યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશ્નરને જાહેરમાં ઉધડો લીધો વડોદરા: છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં બ્રિજ તૂટવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ ઉધાટન બાદ વારંવાર વિવાદોમાં રહ્યો છે. શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બનેલા છે. આ બ્રિજને લઈને શરૂઆતથી જ વિવાદો સર્જતાં રહ્યા છે. જેમાં ઉતાવળે ઉધાટનની વાત હોય કે બ્રિજની ફિટનેસ અંગેની વાત હોય આ તમામ બાબતે વારંવાર વિવાદો સામે આવ્યા છે.
મ્યુનિસિપલ કમિશનરને સૂચનો:ગત રોજ મળેલી સંકલનની બેઠકમાં સાંસદ રંજન ભટ્ટ સાથે ધારાસભ્યો અને અધિકારીઓની હાજરીમાં આ અટલ બ્રિજ બાબતે ચર્ચા થઈ હતી. જેમાં સરકારના પૂર્વ પ્રધાન અને હાલના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ઉધડો લીધો હતો. બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરને બાકીના નીકળતા નાણાં અટકાવવા અને ફિટનેસ સર્ટી રજૂ કરવા કહ્યું હતું. અગાઉ પણ તેની ફિટનેસને લઈ બ્રિજમાં તિરાડો પડતા વિવાદ સર્જાયો હતો. સેફટી દીવાલ પડી ગયા બાદ યોગેશ પટેલ આકરા તેવરમાં જોવા મળી રહ્યા છે.
નાણાં ન ચૂકવવા અપીલ: આ અંગે સરકારના પૂર્વ પ્રધાન અને હાલના માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં છે. વારંવાર સમાચાર પત્રો અને ઇલોકટ્રોનિક મીડિયામાં આ બ્રિજ અંગે સમાચારો જોવા મળી રહ્યા છે. આજે પણ આ બ્રિજ અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
બ્રિજ પર માથાકૂટ:જેથી મારુ કમિશનરને ખાસ સૂચનએ હતું કે, બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરની જે પણ ડિપોઝીટ કે બિલ બાકી હોય તેને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે. હજુ પણ સમય જોવામાં આવે વરસાદની સિઝન શરૂ થશે. જેમાં શું સ્થિતિ થાય છે. તે બધું જોયા બાદ નાણાં ચુકવવામાં આવે. સાથે ગુજરાતમાં જેટલા પણ બ્રિજ પર માથાકૂટ ઉભી થઇ છે. તેના માટે સરકાર ચિંતિત છે અને સરકાર તપાસના આદેશ આપ્યા છે. જેથી આ કોન્ટ્રેકરોનું પેમેન્ટ ન થાય તે માટે સૂચનો આપ્યા છે.
"આજે મળેલી સંકલનની બેઠકમાં ઘણા મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પ્રિમોન્સૂનની કામગીરી, દબાણ દૂર કરવા, ટીપી રોડના રસ્તા ખોલવાની, રોડ પરના ટેમ્પરરી દબાણો દૂર કરવાની ચર્ચા કરવામાં આવી હતી. ભરતી અંગે પણ કેલેન્ડર તૈયાર છે અને ટૂંક સમયમાં કરવામાં આવશે. સાથે અટલ બ્રિજ બાબતે જે વોલ છે તે તૂટી હતી અને અગાઉ પણ તિરાડનો મામલો સામે આવ્યો હતો-- દિલીપ રાણા ( મ્યુનિસિપલ કમિશનર)
બ્રિજની ફિટનેસનો સવાલઃઆ બાબતે અમે અગાઉ પણ કહી ચુક્યા છીએ કે તેને અને બ્રિજના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સાથે કોઈ લેવાદેવા નથી. તેના રહેવાથી કે ન રહેવાથી બ્રિજ પર કોઈ અસર પડશે નહીં. સાથે તેના નાણાં અટકાવવા અંગે કહ્યું કે તે ટેન્ડર પ્રક્રિયાનો ભાગ નથી. બ્રિજ વધુ શુશોભીત લાગે અને કચરો ન થાય તે માટે વોલ બનાવેલી હતી અને તેને અમે દૂર કરી છે અને બ્રિજની ફિટનેસ પર કોઈ અસર નહીં પડે તેથી કોઈ પ્રશ્ન નથી.
- Vadodara News: MLA યોગેશ પટેલે કહ્યું ફ્રુટ-શાકભાજી, દૂધ ,ઘી તો ઠીક ઝેર પણ ડુપ્લીકેટ મળે છે
- પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય યોગેશ પટેલે રાજ ભવનમાં શપથ લીધા