ગુજરાત

gujarat

ETV Bharat / state

MLA Ketan Inamdar : સાવલીના ધારાસભ્ય બરોડા ડેરીના પશુપાલકોના પ્રશ્નોને લઇ આકરે પાણીએ, ચીમકી આપી - બરોડા ડેરી

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA Ketan Inamdar )પશુપાલકોની સમસ્યાઓને લઇ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર (Memorandum to Vadodara Collector ) આપ્યું હતું. તેમણે બરોડા ડેરી (Baroda Dairy)ના સત્તાધીશો સામે આકરે પાણીએ રજૂઆત કરતાં 10 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું હતું. આ સાથે તેમણે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

MLA  Ketan Inamdar : સાવલીના ધારાસભ્ય બરોડા ડેરીના પશુપાલકોના પ્રશ્નો લઇ આકરે પાણીએ, ચીમકી આપી
MLA Ketan Inamdar : સાવલીના ધારાસભ્ય બરોડા ડેરીના પશુપાલકોના પ્રશ્નો લઇ આકરે પાણીએ, ચીમકી આપી

By

Published : Jan 30, 2023, 9:13 PM IST

10 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું

વડોદરા : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વધુ એખવાર આકરે પાણીએ જોવા મળ્યાં હતાં. કેતન ઇનામદાર પશુપાલકોના પ્રશ્નો લઇ કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતાં. તેમણે બરોડા ડેરીના સત્તાધીશો સામે આક્ષેપ કર્યા હતાં અને પશુપાલકોને ન્યાય મળે તે માટે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. ધારાસભ્ય કેતન ઇનામદારે 10 દિવસમાં પશુપાલકોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સત્તાધીશો સામે બાંયો ચડાવી : વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના સત્તાધીશો સામે બાંયો ચડાવી છે. પશુપાલકોને ન્યાય મળે તે માટે તેઓ ફરી એક વાર તેમની વ્હારે આવીને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પશુપાલકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવશે અને 10 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.

આ પણ વાંચો વડોદરા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે મોર્ચો માંડ્યો

પશુપાલકોને ન્યાય મળવો જોઇએ : વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે હંમેશા લડત ચલાવતા આવ્યાં છે. તેમને પડતી મુશ્કેલીઓ જરૂર પડેતો વિધાન સભામાં પણ રજુઆત કરે છે. આ અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી ચુક્યા છે. તેમણે જણાવ્યું હતું કે પશુપાલકોને યોગ્ય દૂધનો ભાવ મળતો અને ઓછા ભાવે દૂધ ખરીદવામાં આવી રહ્યુ છે.ત્યારે ચોક્કસથી પશુપાલકોને ન્યાય મળવો જોઇએ. અન્ય બાબત જેવી કે દાણામાં ગુણવત્તા નથી હોતી આ તમામ બાબતે તંત્રનું ધ્યાન દોર્યુ હતુ .જો 10 દિવસમાં પશુપાલકોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

દૂધનો ભાવ જે મળવો જોઇએ એ મળતો નથી : ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યુ કે બરોડા ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરે છે તેને દૂધનો ભાવ જે મળવો જોઇએ એ મળતો નથી. દાણના ભાવ ઉંચા છે અને ગુણવત્તા પણ નથી. વારંવાર પશુપાલકોએ આ મામલે રજૂઆત પણ કરી છે.પરંતુ કોઇએ ધ્યાનમાં લીધુ છે. બરોડા ડેરીના ટેમ્પાના રૂટમાં પણ તેમના મરતીયાઓને કોનટ્રાકટ આપેલો છે. આવા અનેક મુદ્દા આવેદનપત્રમાં લખ્યા છે.આ મુદ્દાઓને ગંભીરતાથી લેવા જ પડશે અને જો નહીં લે તો પરિણામ ભોગવશે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાનાં લાખો સભાસદોની આ વાત છે.

આ પણ વાંચો બરોડા ડેરી ફરી એકવાર વિવાદમાં, હવે પશુપાલકો મેદાનમાં

પહેલાં પણ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી : આ અગાઉ પણ ડેરીના વહીવટી તંત્ર દ્વારા ડેરીમાં દૂધ આપતા પશુપાલકો અને દુધ ઉત્પાદકોની સમસ્યાઓને પગલે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી તેમજ તેમને ન્યાય અપાવ્યો હતો. ત્યારે આજે પુનઃ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોની સમસ્યાઓને લઈને તેમની વ્હારે આવ્યા છે. તેમજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. તેમાં લખેલા મુદ્દે પશુપાલકોને ન્યાય આપવા માંગ કરી હતી. જો દસ દિવસમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. પરંતુ પશુપાલકોને ન્યાય આપીને જ રહેશે તેમ જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details