ગુજરાત

gujarat

ETV Bharat / state

ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપને 50 ટકા સફળતા, વડોદરાના સતીષ પટેલ માન્યા પણ મધુ શ્રીવાસ્તવને ન મનાવી શક્યા - Madhu Srivastav Independent Candidate

વડોદરામાં ભાજપે ઉમેદવારોની ટિકીટ કાપી નાખતા વિરોધનો સૂર ઊઠ્યો હતો. તેને લઈને ભાજપે ડેમેજ કન્ટ્રોલની કામગીરી કરી હતી. તેવામાં હવે કરજણ બેઠક (Karjan assembly seat) માટે નારાજ સતીષ પટેલ (નિશાળિયા)ને (BJP Leader Satish Patel) મનાવી લેવામાં સફળતા મળી છે. આ પહેલા તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપને 50 ટકા સફળતા, વડોદરાના સતીષ પટેલ માન્યા પણ મધુ શ્રીવાસ્તવને ન મનાવી શક્યા
ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપને 50 ટકા સફળતા, વડોદરાના સતીષ પટેલ માન્યા પણ મધુ શ્રીવાસ્તવને ન મનાવી શક્યા

By

Published : Nov 17, 2022, 9:35 AM IST

વડોદરાગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ભાજપે એક બાદ એક પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેના કારણે અનેક સીટ પરથી ટિકીટ વાંચ્છુકોને ઉમેદવારી ન મળતા ભાજપમાં વિરોધના સૂર ઊઠ્યા હતા. જોકે, ભાજપે શરૂ કરેલી ડેમેજ કંટ્રોલની કામગીરી દરમિયાન પાર્ટીએ કરજણ વિધાનસભા સીટ (Karjan assembly seat) માટે નારાજ સતીષ પટેલ (નિશાળિયા)ને (BJP Leader Satish Patel) મનાવી લીધા છે. ટિકીટ ન મળતા તેઓ નારાજ હતા. સાથે જ તેમણે અપક્ષ અથવા અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી.

કરજણ બેઠક ઉપર નારાજ નેતા માની જતા ' ઘીના ઠામમાં ઘી ઢોળાયુંપ્રાપ્ત વિગતો અનુસાર, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ભાજપે કરજણ વિધાનસભા બેઠક (Karjan assembly seat) પર ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલના (Akshay Patel BJP Candidate for Karjan) નામની જાહેરાત થતાં પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (BJP Leader Satish Patel) નારાજ થયા હતા. ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ પોતે અપક્ષ અથવા અન્ય રાજકીય પક્ષમાંથી ઉમેદવારી કરશે અને ચૂંટણી લડશે. જેને લઈને ભાજપે ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ કરી તેમણે મનાવવાના પ્રયાસો કર્યા હતા.

સ્નેહમિલન સમારંભના નામે યોજાયેલા શક્તિ પ્રદર્શનથી ટોચની નેતાગીરી સફાળી જાગીતાજેતરમાં કરજણ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં સતીષ પટેલ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટોચની નેતાગીરી સફાળી જાગી હતી અને નારાજ નેતાને મનાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ (Akshay Patel BJP Candidate for Karjan), ભાજપ વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને કાર્યકારી જિલ્લા ભાજપ પ્રમુખ બી. જે. બ્રહ્મભટ્ટની હાજરીમાં કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.

સતીષ પટેલે ઉમેદવારી નહીં કરવાની જાહેરાતભાજપ નેતા સતીષ પટેલે વાત કરતાં જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલાના સ્નેહમિલન કાર્યક્રમમાં આખી વિધાનસભામાંથી લગભગ 5થી 6 હજાર લોકો મને મળવા આવ્યા અને તે લોકોએ તમારે ચૂંટણી લડવી જ પડશે તેમ કહ્યું હતું, પરંતુ મેં 1995થી યુવા મોરચાથી ભારતીય જનતા પાર્ટીમાં શરૂઆત કરી હતી અને છેલ્લા કેટલાંય વર્ષોથી એક સક્રિય કાર્યકર તરીકે કામ કર્યું હોય. ત્યારે મને પણ ઈચ્છા નહતી, પરંતુ કાર્યકરોનું મન સાચવવા માટે એમની વાતની અંદર આવીને મે પણ જાહેરાત કરી દીધી હતી કે, હું 100 ટકા તમારા લીધે પણ ચૂંટણી લડીશ. પરંતુ આજે જ્યારે દેશના ગૃહપ્રધાન અને અમારા પાર્ટીના પ્રદેશ પ્રમુખે વડોદરાના પરાક્રમસિંહ જાડેજા અને કાર્યકારી પ્રમુખ બી. જે. બ્રહ્મભટ્ટને મને મળ્યાં. તેમણે બધી જે વાત કરી ત્યાર પછી આજે નક્કી કર્યું કે, હવે ભાજપ માટે કામ કરીશ અને મારે અપક્ષ ઉમેદવારી કરવી નથી.

અક્ષય પટેલની સતિષ પટેલ અંગેની સ્પષ્ટતાભાજપના કરજણ વિધાનસભા સીટના ઉમેદવાર અક્ષય પટેલે (Akshay Patel BJP Candidate for Karjan) જણાવ્યું હતું કે, આજે ભાજપના અમારા પ્રભારી વડોદરાના પરાક્રમસિંહ જાડેજા અને કાર્યકારી પ્રમુખ બી. જે. બ્રહ્મભટ્ટની આગેવાનીની અંદર સતીષભાઈને ઓફિસ બોલાવવામાં આવ્યા છે અને સતિષભાઈ માની ગયાં છે.

વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો અપક્ષ ઉમેદવારી કરવાનો રાગ હજૂ યથાવત્તો વાઘોડિયા વિધાનસભાના ભાજપનાં નારાજ નેતા મધુ શ્રીવાસ્તવને (Madhu Srivastav Independent Candidate) મનાવવાના પ્રયાસો ટોચની નેતાગીરીએ હાથ ધર્યા હતાં. ત્યારે વડોદરા એરપોર્ટ ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આવી પહોંચ્યા હતાં ત્યારે વડોદરા શહેર ભાજપનાં પ્રમુખ ડો. વિજય શાહ આ નારાજ થયેલા નેતાને મિટીંગ કરાવવા એરપોર્ટ ઉપર લઈને પહોંચ્યા હતાં અને ડેમેજ કન્ટ્રોલના પ્રયત્નો કર્યા હતાં. પરંતુ વાઘોડિયાના આ દબંગ નેતા હજી પણ માન્યા નથી.

મિટીંગમાંથી બહાર આવીને પણ અપક્ષ લડવાની જાહેરાત કરી આ મિટીંગમાંથી બહાર આવીને પણ મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastav Independent Candidate) અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે જ તેવો હુંકાર કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે, વાઘોડિયાના આ નેતા ઉમેદવારી નોંધાવવા બાબતે આવતીકાલે કેવી નવાજૂની કરે છે કે, પછી કાલે તેમણો પણ સૂર બદલાઈ જાય છે. એ તો આવનાર સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details