ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: મેયર પત્રિકા કાંડમાં ભાજપના કાઉન્સિલર અને પૂર્વ શાસક પક્ષ નેતાની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ - વડોદરા સમાચાર

વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર અને તેઓના ભાઈ સામે ભ્રષ્ટાચાર કર્યો હોવાની નનામી પત્રિકા વહેંચવા મામલે શહેર ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. આ મામલે મેયરના ભાઈએ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

મેયર પત્રિકા કાંડમાં ભાજપના કાઉન્સિલર અને પૂર્વ શાસક પક્ષ નેતાની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ
મેયર પત્રિકા કાંડમાં ભાજપના કાઉન્સિલર અને પૂર્વ શાસક પક્ષ નેતાની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ

By

Published : Jul 24, 2023, 11:34 AM IST

Updated : Jul 24, 2023, 3:37 PM IST

મેયર પત્રિકા કાંડમાં ભાજપના કાઉન્સિલર અને પૂર્વ શાસક પક્ષ નેતાની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ

વડોદરા: જેમાં ભાજપ કોર્પોરેશન શાસક પક્ષ નેતા અલ્પેશ લીમ્બચીયાની સાડા સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ગઈ કાલે કોર્ટમાંથી બંને આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ આ મામલે હવે શહેર ક્રાઇમબ્રાન્ચે કોર્પોરેશનના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષ નેતા અલ્પેશ લીમ્બચીયાની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.

શહેર ભાજપમાં ભૂકંપ સર્જાયો: મેયર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી ચકચારી પત્રિકા કાંડમાં મુખ્ય સુત્રધાર મનાતા વોર્ડ નંબર-19ના ભાજપાના કાઉન્સિલર અલ્પેશ લીમ્બચીયાની ક્રાઇમ બ્રાંચે સવારે ધરપકડ કરતા શહેર ભાજપામાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં પૂછતાછ ચાલી રહી છે અને આ મામલે ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે કે કેમ? તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. પત્રિકા કાંડમાં મેયરના ભાઈએ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

"તાજેતરમાં જ વડોદરા શહેરમાં મેયર અને તેમના ભાઈ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી નનામી પત્રિકા પોસ્ટ કરવામાં આવી હતી. આ પત્રિકા જુદા જુદા હોદ્દેદારોને પોસ્ટ કરવામાં આવી હતી. જેના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં 22 તારીખે એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સીસીટીવી અને સર્વેલન્સના આધારે બે આરોપીઓ અમિત ઘનશ્યામભાઈ લીમ્બચિયા અને આકાશ પિયુષભાઈ નાઈની ધરપકડ કરવામાં આવી હતી. તે બંનેની પૂછપરછ અને અન્ય પુરાવાને આધારે આજે અલ્પેશ લીમ્બાચીયાની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી છે" -- હરપાલસિંહ રાઠોડ, (એસીપી ક્રાઇમબ્રાન્ચ)

હડકંપ મચી જવા પામ્યો: જેમાં વોર્ડ નંબર-19ના ભાજપાના કાઉન્સિલર અલ્પેશ લીમ્બચીયાના સાળા અમીત ઘનશ્યામ લીમ્બચીયા અને સાળાના સાઢુ આકાશ નાઇની પોલીસે ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછ કરી હતી. જેમાં ભાજપાના કાઉન્સિલર અલ્પેશ લીમ્બચીયાના કહેવાથી પત્રિકા લખી હોવાનું કબુલાત કરતા આજે સવારે ક્રાઇમ બ્રાંચે અલ્પેશ લીમ્બચીયાની ધરપકડ કરી હતી. આ સમાચાર શહેર ભાજપમાં પોહચતા હડકંપ મચી જવા પામ્યો છે.

ધરપકડ મામલે ડીસીપીનો સંપર્ક:કોર્પોરેટર અને કોર્પોરેશનમાં પૂર્વ ભાજપ શાસક પક્ષ નેતા અલ્પેશ લીમ્બચીયાની ધરપકડ મામલે ડીસીપીનો સંપર્ક કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. પરંતુ હાલમાં અલ્પેશ લીમ્બચીયાની હાલ પૂછપરછ ચાલી રહી છે અને પૂછતાછ બાદ નવો ખુલાસો થઈ શકે છે.પત્રિકા કાંડમાં ધરપકડ થયા બાદ શહેર ભાજપા દ્વારા અલ્પેશ લીમ્બચીયાને પણ પક્ષમાંથી ગમે ત્યારે સસ્પેન્ડની જાહેરાત શહેર ભાજપા પ્રમુખ દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ અગાઉ પત્રિકા કાંડમાં કાઉન્સિલરના સાળા અમીત લીમ્બચીયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હકમાં ક્રાઇમબ્રાન્ચ પૂછતાછ કરી રહી છે અને આ બાબતે કોર્ટમાં રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી શકે છે.

  1. Vadodara News : વડોદરા મેયર વિરુદ્ધ પત્રિકાની ઘટનામાં કોર્પોરેશનમાં ભાજપ નેતાએ રાજીનામું આપી દીધું, સાળાના કાંડમાં સપડાયાં
  2. Vadodara News: વડોદરામાં ભાજપના કાઉન્સિલરને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા ફટકારી
Last Updated : Jul 24, 2023, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details