જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીનો આજે અંત આવ્યો છે. રાજ્ય સહિત દેશ ભરમાં ફરી એક વખત મોદી મેજીક જોવા મળ્યું છે. વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેનનો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે.
વડોદરામાં લહેરાયો ભગવો, આ બેઠકથી PM મોદી પણ રહી ચુક્યા હતા ઉમેદવાર... - ranjanbhatt
વડોદરાઃ જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો ભવ્ય વિજય થયો છે. તેમણે મતદારોનો આભાર માન્યો હતો.
વડોદરામાં ભગવો લહેરાયો
આપને જણાવી દઈએ કે, વડોદરા લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી જીત મેળવી વડાપ્રધાન બન્યા હતા અને વડોદરા લોકસભા બેઠક છોડી હતી. તો આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટને ટિકીટ આપતા તેમનો વિજય થયો હતો. જો કે, આ વખતે ફરીવાર ટિકીટ અપાતા તેમનો વિજય થયો છે. લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે સોશિયલ મીડિયા પર રંજનબેનને જીતની શુભકામના પાઠવી હતી.