વલસાડઃ શહેરમાં હાલમાં લોકડાઉન કરફ્યૂને લઇ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ નિષ્ઠા પૂર્વક ભૂખ્યા તરસ્યા પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આવી કામગીરી સમાજ માટે કરતા લોકોની કામગીરી સમયે મદદરૂપ થવું માટે વલસાડના છીપવાડ પાસે આવેલા માસ્ટર ગલી નજીકમાં રહેતા યુવક શૈલેષભાઈ દ્વારા નવરાત્રીનો પ્રથમ દિવસે સેવાકીય કમગીરીનો પ્રારંભ કરતા વલસાડના દરેક વિસ્તારમાં પોલીસ પોઇન્ટ પર ઉભેલા ફરજ બજાવતા કર્મચારીઓ માટે બિસ્કિટ પાણી જેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. તેમને કહ્યું કે, પોલીસ કર્મીઓ પણ સમાજ માટે સેવા કરતા હોય તો આપણી પણ ફરજ બને છે કે, પોલિસ કર્મીઓ માટે પણ કંઈક કરવું જોઈએ.
વલસાડમાં પોલીસ કર્મીઓ માટે યુવાન દ્વારા બિસ્કિટ અને પાણીની બોટલનું કરાયું વિતરણ - Valsad News
હાલમાં કોરોનાને લઈને સમાજ માટે પોતાની ફરજ અને સેવાકીય કામગીરી કરનાર પોલીસ કર્મીઓ માટે શહેરીજનો કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ખુદ વડાપ્રધાને પણ કહ્યું આગામી 21 દિવસ સુધી કરફ્યૂ દરમિયાન ફરજ બજાવનાર પોલીસ કર્મચારી માટે વલસાડના એક યુવાન દ્વારા દરેક સેવાકીય કરતા બિસ્કિટ અને પીવાના પાણીની બોટલોની સેવા પૂરૂ પાડી હતી.
વલસાડમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે યુવાન દ્વારા બિસ્કિટ અને પાણીની બોટલનું કરાયું વિતરણ
નોંધનીય છે કે, વલસાડ શહેરમા અનેક પોઇન્ટ પર પોલીસ કર્મીઓ દ્વારા ખડેપગે પોતાની ફરજ બજાવવામાં આવી રહી છે, ત્યારે પોલીસ કર્મીઓ માટે પણ કોઈ આગળ આવી ચીજો પુરી પાડે તો પોલીસ કર્મીઓમાં પણ એક આનંદની લાગણી જોવા મળી રહે છે.