ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં બર્થ ડે ગર્લ દારુની મહેફીલ માણતી ઝડપાઇ, 6 નબીરાઓને સાથે બર્થ ડે ગર્લ પોલીસના સકંજામાં - alcohol party Vadodara

વડોદરામાં બર્થ-ડે પાર્ટી માણતી બર્થ-ડે ગર્લ (alcohol party Vadodara) સહિત 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

વડોદરામાં બર્થ ડે ગર્લ દારુની મહેફીલ માણતી ઝડપાઇ, 6 નબીરાઓને સાથે બર્થ ડે ગર્લ પોલીસના સંકજામાં
વડોદરામાં બર્થ ડે ગર્લ દારુની મહેફીલ માણતી ઝડપાઇ, 6 નબીરાઓને સાથે બર્થ ડે ગર્લ પોલીસના સંકજામાં

By

Published : Dec 13, 2022, 6:11 PM IST

વડોદરાઆજના સમયમાં યુવાધન અવળે રસ્તે ચડી ગયું છે. મહિલાઓને નથી રહી કોઇ મર્યાદાઓ કે નથી રહી કોઇ શરમ કે લાજ. આજે પહેલાના સમયની મહિલાઓનેઅને લોકોને પોતાની મર્યાદાઓ અને તેમને દરેક વસ્તુની સમજ હતી. આજના સમયમાં પણ લોકોને બધી ભાન તો પડે જ છે યુવાનોને, પરંતું આજના સમયમાં જાણે એક બીજાથી વધુ મજા કરવાનો ટ્રેન્ડ ચાલુ હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે એવી જ એક ઘટનાવડોદરામાં (alcohol party Vadodara) સામે આવી છે. જેમાં બર્થ-ડે નિમિતે આયોજીત પાર્ટીમાં દારુની મહેફીલ (Birthday booze party) માણી રહેલી બર્થ-ડે ગર્લ સહિત 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દારુની મહેફીલ માણતી બર્થ-ડે ગર્લ અકોટાની શ્રી જીનગર સોસાયટીમાં એક યુવતી દ્વારા પોતાના બર્થ-ડે નિમીત્તે પાર્ટીનું (alcohol party Vadodara)આયોજન કરવામાં આવ્યું હતું. અકોટાની સોસાયટીમાંથી દારુની મહેફીલ માણતા બે યુવતી સહિત 6 નબીરાઓ ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.

બાતમીના આધારે રેડમળતી વિગતો અનુસાર ગોત્રી પોલીસ(Gotri Police Vadodara) પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રોહિતને માહિતી મળી હતી કે, અકોટા વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર શ્રીનગર સોસાયટીમાં દારુની મહેફીલ ચાલતી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તેઓ મહિલા પોલીસ, પંચો તેમજ અન્ય સ્ટાફની મદદ લઇને પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ મહેફીલ માણી રહેલા નબીરાઓનો દારુ ઉતરી ગયો હતો.

મુદ્દામાલ કબ્જેપોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દારુની મહેફીલ માણી રહેલા બે યુવતીઓ અને ચાર યુવાનો પૈકી એક યુવતીની બર્થ-ડે હતી. આથી આ યુવતીએ પોતાની સહેલીના ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. જે પાર્ટીમાં તેને પોતાના મિત્રોને બોલાવ્યા હતા. બર્થ-ડે પાર્ટીનું આયોજન કરનાર તેમજ તેના મિત્રો અગાઉ સાથે કોલેજમાં અભ્યાસ કરતા હતા. પોલીસે પાર્ટીના સ્થળેથી દારુની બોટલ સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.

જામીન ઉપર મુક્તગોત્રી પોલીસે દારુની મહેફીલ માણતા ઝડપાયેલા તમામ યુવાનો, યુવતીઓ પાસેના 6 મોબાઇલ ફોન, બે મોપેડ સહિત રૂપિયા 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોત્રી પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, પોલીસ દ્વારા તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરીને જામીન ઉપર મુક્ત કરી દીધા હતા.

ABOUT THE AUTHOR

...view details