વડોદરા ગુજરાતમાં નેતાઓ મોટી મોટી વાતો તો કરે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ વાતો રાજકારણસુધી જ સારી લાગે છે. કેમકે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી(Liquor ban in Gujarat) હોવા છતા અનેક વાર દારૂબંધી હોવા છતા અનેકો વાર દારૂના જથ્થાઓ કે પછી ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવતી હોય છે.
દેશીદારૂની ભઠ્ઠીઓડભોઇ નજીક પલાસવાડાની સીમમાં (Palaswada seam near Dabhoi) દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડયા હતા. પલાસવાડા ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમીમળી હતી. જેના આધારે ડી.જી. સ્કવોડે છાપો મારતાં 4500 લિટર વોશ, 140 લિટર દેશી દારૂ ,બે વાહનો, મોબાઇલ નંગ-02, રોકડ, લોખંડના પીપ, કેરબા સહિત કુલ મુદ્દામાલ જેની કિંમત રૂપિયા. 68,000 સહિત પાંચ આરોપીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા. દારૂ લેનારા ત્રણને ભાગેડુ જાહેર કરી કુલ 8 સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓને વાઘોડિયા પોલીસને સુપરત કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ટીમે વોચ ગોઠવીસ્ટેટ વિજિલન્સની ટીમે(State Vigilance Team) વોચ ગોઠવી છાપો માર્યો ડભોઇ વડોદરા માર્ગ પર આવેલ પલાસવાડા ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી. જેના આધારે સ્થળની રેકી કરાવતાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિઓનો બેફામ વધારો થઈ રહ્યો હોવાની વિગતો મળી હતી. જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતાં તત્વોની જીગર પણ ખૂલી ગઈ છે એવું ફલિત થયું હતું. જેથી સ્ટેટ વિજિલન્સની ટીમે ખાનગી વાહનોમાં દિવાળીપુરા માર્ગ ઉપર આવી વાહનો માર્ગની બાજુમાં ઉભા કરી દઈ પગપાળા દારૂ ગાળવાની જગ્યાએ પહોંચ્યા હતા.