ગુજરાતની જેમ આ ચૂંટણીમાં પણ મિજાજ સાથે મળીને બતાવીએ: ભૂપેન્દ્ર પટેલ વડોદરા:સમગ્ર રાજ્યમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં વિધાનસભા ક્ષેત્રથી લઈ સાંસદ ક્ષેત્ર સુધી વિવિધ કાર્યક્રમો થકી જન-જન સુધી વિકાસની ગાથા પહોંચડવામાં આવી રહી છે. શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.
લોકસભાની ચૂંટણીમાં સામે: વરસાદી વાતાવરણ વચ્ચે આ કાર્યક્રમ અંતિમ ગળીયે શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર લગાવેલ સોલાર પેનલ નીચે રાખવામાં આવ્યો હતો. સાંસદ રંજન ભટ્ટના વડોદરા સીટ અંતર્ગત આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને આવનાર લોકસભાની ચૂંટણીમાં તૈયાર રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, 2024ની ચૂંટણી આપણી સામે છે, ત્યારે આપણે સૌ સાથે મળી અને જે પ્રમાણે ગુજરાતનો મિજાજ ગુજરાત વિધાનસભમાં દેખાયો હતો, એ મિજાજ 2024ની ચૂંટણીમાં આપણે સાથે મળીને બતાવવાનો છે.
જન જન સુધી યોજનાઓ: આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ દેશો સાથેના સંબંધો અને વિવિધ પ્રોજેકટ લાવવાનો પ્રયાસ કર્યો છે. માઈક્રોન કંપની સાથે સેમી કંડકટરની ચિપ્સ બનાવવા માટેનો કોન્ટ્રાકટ થયો છે. આયોજન બદ્ધ રીતે આખી રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો છે, એ વિકાસની રાજનીતિના ફળ જો કોઇને મળ્યા હોય તો એ ગુજરાત છે. આવનાર સમયમાં ગુજરાતને અનેક ફાયદા થવાના છે. વડાપ્રધાને જન જન સુધી યોજનાઓ પોહોંચાડી છે.
યોગ્ય સારવાર: વિવિધ યોજનાઓના માધ્યમથી સામાન્ય માણસ પણ હોસ્પિટલમાં યોગ્ય સારવાર લઈ શકે છે. સુસાશન વગર સેવા શક્ય નથી. મલ્ટીલેવલ હોસ્પિટલનું વડાપ્રધાને ઉદ્ઘાટન કરાયું હતું. જે ગ્રામ લેવલે કાર્યરત થઈ હતી. આયુષ્યમાં કાર્ડને લઈને પ્રાઇવેટ મલ્ટી લેવલની હોસ્પિટલમાં સારવાર મળે છે. ગ્રામ લેવલે હોસ્પિટલ મલ્ટી લેવલ હોસ્પિટલો બનાવી છે. મેડિકલ કોલેજોમાંથી દર વર્ષે આપણને 7 હજાર ડોક્ટર મળે છે. જેથી આપણને દરેક જગ્યાએ હોસ્પિટલોમાં ડોક્ટરો મળી જાય છે. 2014માં દેશમાં 641 મેડિકલ કોલેજો હતી. જે વધીને હવે 1341 મેડિકલ કોલેજો થઈ છે. આ સરકારમાં જીએસટીની આવક 1.61 લાખ કરોડ થઈ ગઈ છે.
- Ahmedabad Rathyatra 2023: રથયાત્રાના પ્રસંગે શું બોલ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું જખૌથી 100 કિલોમીટર દૂર, CM ભૂપેન્દ્ર પટેલે સરકારની કામગીરીની કરી સમીક્ષા