ગુજરાત

gujarat

ETV Bharat / state

Harni boat incident: હરણી તળાવ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ, રાજ્ય અને કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત - વડોદરા ન્યૂઝ

વડોદરાની આ ઘટનામાં મૃતકના પરિવારજનોને રાજ્ય સરકારે દ્વારા રૂ.ચાર લાખ અને ઘાયલોને રૂ.૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂ.બે લાખની સહાયની જાહેરાત કરી છે.

હરણી તળાવ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ
હરણી તળાવ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 7:58 AM IST

Updated : Jan 19, 2024, 9:09 AM IST

વડોદરા:વડોદરાના હરણી તળાવમાં બનેલી કરુણાંતિકાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે વડોદરા દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ ઘટનાની મેજેસ્ટ્રીયલ તપાસ કરવાનો આદેશ પણ કર્યો છે.

રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી સર્જાયેલી કરૂણાંતિકા પ્રત્યે રાજ્ય સરકારે સંવેદના વ્યક્ત કરી છે, મુખ્યપ્રધાને ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલમાં જઈ હતભાગી બાળકોના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી, સાથે જ આ મામલે સરકારે ઉચ્ચ કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા દ્વારા તપાસ કરવાનો આદેશ પણ કર્યો છે. જ્યારે મૃતકોના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની પણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ લીધી મુલાકાત: હરણી તળાવ દુર્ઘટના અંગે જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ રાજકુમાર વડોદરા દોડી આવ્યાં હતાં અને ઘટના સ્થળની મુલાકાત લઈ આ દુઃખદ ઘટનાની જાણકારી મેળવી હતી. સાથે અહીં તેમણે બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યુ હતું. ત્યાર બાદ મુખ્યમંત્રીએ એસ.એસ.જી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો સાથે મુલાકાત કરી હતી અને તેમના ખબર અંતર પુછ્યાં હતાં. બાળકોને ઝડપી સારવાર મળે તે માટે તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રીએ આ ઘટનાની મેજેસ્ટ્રીયલ તપાસ કરવાનો આદેશ પણ કર્યો છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાય: આ ઘટનાને લઈને રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઘાયલોને રૂ.૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂ.બે લાખની સહાયની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, આ દુખદ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહે મૃતકોના પરિવારજનોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

12 બાળકો અને 2 શિક્ષિકાના થયાં મોત: મહત્વપૂર્ણ છે કે, વડોદરા શહેરની ન્યુ સન રાઇઝ સ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા. બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી ખાતા આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં કલેકટર અતુલ ગોર, મ્યુનિ. કમિશનર દિલીપ રાણા, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે એન.ડી.આર.એફ, ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરૂણ દુર્ઘટનામાં ૧૨ બાળકો અને બે શિક્ષકો સહિત કુલ ૧૪ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

  1. Vadodara boat accident: રાજ્યના મુખ્યપ્રધાન-ગૃહપ્રધાન વડોદરા પહોંચ્યા, જાતમાહિતી મેળવી, વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય
  2. Vadodara Boat incident: હરણી તળાવ દૂર્ઘટના, જાણો કોણ છે સનરાઈઝ સ્કૂલના માલિક ?
Last Updated : Jan 19, 2024, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details