ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત લોકો માટે લાલબત્તી, લાઈવમાં કોમેન્ટ કરતા યુવકને તાલિબાની સજા

સોશિયલ મીડિયા પર સતત વ્યસ્ત રહેતી આજની યુવા પેઢી માટે (Youth beaten commenting on Instagram) લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા શહેરના એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર કૉમેન્ટ કરવાની તાલિબાની સજા મળી છે. (Bhayli village Youth beaten commenting)

ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત લોકો માટે લાલબત્તી, વડોદરામાં કોમેન્ટ કરતા યુવકને તાલિબાની સજા
ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત લોકો માટે લાલબત્તી, વડોદરામાં કોમેન્ટ કરતા યુવકને તાલિબાની સજા

By

Published : Dec 20, 2022, 7:24 PM IST

વડોદરામાં ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરતા યુવકને ઢોરમાર મરાયો

વડોદરા : આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા (Social media) પર પોતાનો સમય પસાર કરતા હોય છે અને સતત તેમાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે ઘણીવાર જીવનનો મહત્વનો હિસ્સો બનેલું આ સોશિયલ મીડિયા તમને મોટી મુસીબતમાં મુકી શકે છે. જેનો તમને અંદાજો પણ નહીં હોય વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામની શહેરના કેટલાક યુવાનો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન લાઈવમાં જોડાયેલા ભાયલી ગામના એક યુવક દ્વારા એક કોમેન્ટ કરવામાં આવી હતી. લાઈવ થયેલા યુવકોને ભાયલીના યુવકની કૉમેન્ટ પસંદ ન આવી અને તેઓ રોષે ભરાયા હતા. (Bhayli village Youth beaten commenting)

આ પણ વાંચોસોશિયલ મીડિયા પર ફેક ID બનાવી લોકો પાસેથી પૈસા ખંખેરતા 2 નાઈઝિરિયન ઝડાપાયા

ઢોર માર મારતા યુવકને ગંભીર ઈજા ભાયલીના યુવકની કૉમેન્ટથી નારાજ થયેલા યુવકો દ્વારા તેને અજાણી જગ્યા પર બોલાવવામાં આવ્યો હતો અને અમારા લાઈવમાં ખોટી કોમેન્ટ કેમ કરે છે ? તેવું કહીં ઢોર માર માર્યો હતો. જે સ્થળ પર આ ઘટના બની ત્યાં સતત વાહનચાલકોની અવરજવર ચાલુ હતી. સેકંડો લોકોની અવર જવર વચ્ચે બેખોફ બનેલા યુવકોએ જાણે પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ કૉમેન્ટ કરનાર યુવકને પટ્ટે પટ્ટે ફટકારી રોડ પર ઢસડીને પછાડ્યો હતો. અજાણ્યા યુવકો દ્વારા ભોગ બનનાર યુવકને તાલિબાની સજા ફટકારતા આ યુવક ડઘાઈ ગયો હતો. જનુની બનેલા યુવકો દ્વારા ઢોર માર મારતા આ યુવકને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. મહત્વનું છે કે, ટોળાના મારથી ગભરાયેલા યુવકે પારિવારિક સમસ્યાઓને ધ્યાનમાં રાખી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. (Youth beaten commenting on Instagram)

આ પણ વાંચોકેરળનો છોકરો આર્જેન્ટિનાની હાર પર રડીને સોશિયલ મીડિયા પર બન્યો સ્ટાર

જો કોઈ ખોટી કૉમેન્ટ કરે તો આવું થાયહુમલાખોર યુવકોએ મારામારીનો વીડિયો ઉતારી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી અમારા લાઈવમાં જો કોઈ ખોટી કોમેન્ટ કરે તો આવું થાય. તેવું લખી પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ભોગ બનનાર યુવકનું કાઉન્સિલિંગ કરવામાં આવે અને કાયદાને ઘોળીને પી ગયેલા હુમલાખોર યુવકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી જનમુખે માંગ ઉઠી છે. (Bhayli village Youth beaten commenting)

ABOUT THE AUTHOR

...view details