દેશમાં જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે બાધારૂપ કલમ 370 અને 35A કલમોને નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે વડોદરા ખાતે વડોદરા નાગરિક સમિતિ દ્વારા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડની આગેવાની હેઠળ આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં કલમ 370 અને 35A માટે યોજાઈ "ભારત એકતા કૂચ" - વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી
વડોદરાઃ શહેરામાં કલમ 370 અને 35A માટે "ભારત એકતા કુચ" યોજાઇ હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ એકતા કૂચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
![વડોદરામાં કલમ 370 અને 35A માટે યોજાઈ "ભારત એકતા કૂચ"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4452539-thumbnail-3x2-vadodra.jpg)
વડોદરા ખાતે કલમ 370 અને 35 માટે યોજાઈ "ભારત એકતા યાત્રા"
ભારત એકતા કૂચ યાત્રામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી અને કૂચને ફ્લેગઓફ કરાવ્યું હતું. તેમજ કૂચના સમગ્ર રૂટ પર ફર્યા હતા અને લોકોનું અભિવાદન જીલ્યું હતું.
વડોદરા ખાતે કલમ 370 અને 35A માટે યોજાઈ "ભારત એકતા કુચ"
શહેરના કીર્તિ સ્તંભ પોલોગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ કુચ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને કોઠી ચાર રસ્તા ખાતે પૂર્ણ થઈ હતી. કોઠી ચાર રસ્તા ખાતે 370 ફૂટ લાબું એક બેનર બનાવવામાં આવ્યું હતું. જેમાં રાજયના મુખ્યપ્રધાન અને તમામ આગેવાનોએ પોતાની સહી કરી સંદેશો આપ્યો હતો.
Last Updated : Sep 16, 2019, 12:17 PM IST