ગુજરાત

gujarat

ETV Bharat / state

હત્યાના ગુનામાં ફરાર મહિલા આરોપી 6 વર્ષ બાદ ઝડપાઈ

વડોદરાના સાવલી તાલુકામાં આવેલા ભાદરવા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના બનાવમાં ગત 6 વર્ષથી ફરાર મહિલા આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે ઉત્તરપ્રદેશથી શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાદરવા પોલીસ મથક
ભાદરવા પોલીસ મથક

By

Published : Feb 2, 2021, 5:56 PM IST

Updated : Feb 2, 2021, 8:03 PM IST

  • ભાદરવા પોલીસ મથકે હત્યાના ગુનામાં ફરાર મહિલા આરોપી 6 વર્ષ બાદ ઝડપાઈ
  • વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે યુપીના ઝાંસી ખાતેથી મહિલાને શોધી
  • આરોપી મહિલાને ભાદરવા પોલીસ મથકને હવાલે કરવામાં આવી

વડોદરા : ભાદરવા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ગત 6 વર્ષથી ફરાર મહિલા આરોપી UPના ઝાંસી ખાતેથી ઝડપાઈ છે. પેરોલ ફર્લો સ્કવોર્ડે મહિલા આરોપીને ભાદરવા પોલીસ મથકને સોંપાતા પોલીસ દ્વારા કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસે ફરાર આરોપીને શોધવા 30 દિવસની ડ્રાઈવ યોજી

પ્રાપ્ત વિગતો મુજબ, સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના બનાવમાં ગત 6 વર્ષથી ફરાર મહિલા આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે ઉત્તરપ્રદેશથી શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ રાજ્યમાં વોન્ટેડ આરોપીઓની સંખ્યા વધુ હોવાનું ધ્યાને આવતા પોલીસે ફરાર આરોપીને શોધવા 30 દિવસની ડ્રાઈવ યોજી હતી.

પોલીસે મહિલા આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી

નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન હત્યાના ગુનામાં ગત 6 વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપીને ઝાંસી, UPથી ઝડપી લેવામાં આવી હતી. હાલ તેને ભાદરવા પોલીસ મથકને હવાલે કરવામાં આવતાં પોલીસે મહિલા આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

UPના ઝાંસી જિલ્લામાં આવેલા મગરવાડા ગામ ખાતે હોવાની માહિતી મળી

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં નાસતા ફરતા ( વોન્ટેડ ) આરોપીઓની સંખ્યા ઘણી જ હોવાનું સરકારના ધ્યાને આવતા ભાગેડુ આરોપીઓને પકડી લેવા માટે 10 જાન્યુઆરી 2021થી 9 ફેબ્રુઆરી 2021 સુધી 30 દિવસ માટે ફરાર આરોપીઓને શોધી લેવા અંગેની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોર્ડેના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ. કે. રાઉલજીની એક ટીમ તપાસમાં ઉત્તરપ્રદેશ ઝાંસી ખાતે મોકલવામાં આવી હતી. જ્યાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે નોંધાયેલા ઈપીકો કલમ 302 હત્યાના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી UPના ઝાંસી જિલ્લાના મહારાણીપુર તાલુકાના મગરવાડા ખાતે હોવાની માહિતી મળી હતી.

હત્યાના ગુનામાં ગત 6 વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું

પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં સંગીતાબેન કુંવરસિંગ કુશવાહા મળી આવી હતી. જે સંદર્ભે તપાસ કરતા આ મહિલા આરોપી 6 વર્ષથી ભાદરવા પોલીસ મથકના હત્યાના ગુનામાં ગત 6 વર્ષથી ફરાર હોવાનું જણાઈ આવતા જિલ્લા પેરોલ ફ્લો સ્કોડની ટીમે તેની અટકાયત કરી હતી. વડોદરા ખાતે લાવી ભાદરવા પોલીસ મથકને હવાલે કરી હતી. ભાદરવા પોલીસે મહિલા આરોપીનો કબ્જો લઈ તેના કોવિડ 19 ટેસ્ટ કરાવવા તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : Feb 2, 2021, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details