વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) જાહેર થઈ છે ત્યારે સાયબર ઠગો (Cyber thugs) સક્રિય બન્યા છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને સાયબર ઠગે મેંસેજ તેમજ વોટ્સએપ કોલ (WhatsApp calls) કરી રાહુલ ગાંધીના પીએના નામે વિધાનસભાની ટિકિટ જોઈતી હોય તો ખર્ચ આપવો પડશે તેવું કહી બેંક ખાતા નંબર આપી રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ વડોદરા સાઇબર ક્રાઇમ (Vadodara Cyber Crime) પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વડોદરા શહેરમાં દિવસેને દિવસે વિવિધ લોભામણી જાહેરાતો (Greedy ads) વિવિધ સ્કીમો અને ટુરીઝમના નામે છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ ચૂંટણીના સમયે સાયબર ગઠિયાઓ રાજકીય નેતાઓને શિકાર બનાવી રહ્યા છે.
પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ: તારીખ 2 નવેમ્બર મંગળવારના રોજ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની 136-વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર સત્યજિતસિંહ ગાયકવાડના મોબાઈલ નંબર પર પણ આજ પ્રકારે અજાણ્યા ફોન નંબર પરથી એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, હું કનિક્ષ સિંહ રાહુલ ગાંધીનો PA, મને ફોન કરો અને પ્રીયંકા ગાંધીજીને ઈમેલ આઈડી તેવું લખ્યું હતું અને ત્યાર બાદ સામાવાળાએ સામેથી સત્યજિતસિંહને ફોન કરી પોતાની ઓળખ કનિક્ષ સિંહ તરીકે આપી હતી. રાહુલ ગાંધીની ટીમના કેટલાક ગુપ્ત નિરીક્ષકો છે અને બરોડા પહોંચવાના છે. જો તમને વાઘોડિયા વિધાનસભાની ટિકિટ મેળવવામાં રસ હોય, તો તમારે તેમના રોકાણ અને થોડી વધારાની રકમ ચૂકવવી જોઈએ. આ તમારી ટિકિટને સુનિશ્વિત કરશે. હાલ આ મામલે બન્ને નેતાઓએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.