બાંધકામ પરવાનગી શાખા દ્વારા સરકારની સૂચના મુજબ ફાયર સેફટી અંગેની તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી અંતર્ગત ટાઉન ડેવલોપમેન્ટ શાખા દ્વારા ફાયર સેફટીને ધ્યાને રાખી વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોના કોમ્પલેક્ષ, હોસ્પિટલ, સ્કુલ, તથા હોટલ વિગેરે ના ટેરેસ, બેઝમેન્ટ, માર્જિન શેડ ડોમ વિગેરે જેવા બાંધકામને પગલે DGMC એકટ અંતર્ગત 260 (1)ની નોટીસ આપવામાં આવી છે.
વડોદરામાં ફાયર સેફ્ટી મુદ્દે વધુ 30 ટ્યુશન કલાસિસને નોટીસ - VDR
વડોદરાઃ સુરતની ઘટના બાદ સમગ્ર રાજયમાં તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈને ટયુશન સંચાલકો અને હોટલોમાં ફાયર સેફટીને લઈને કમર કસી છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એન્ડ સેફટીની સુવિધાને લઈને લાલ આંખ કરી છે. શહેરમાં 30થી વધુ ટયુશન કલાસીસનું ચેકીંગ કરી નોટીસ ફટકારવામાં હતી. જ્યારે ફાયર સેફટી બાબતે હોટલો, હોસ્પિટલ, સ્કુલ,એકેડેમી, અને ઈન્સ્ટીટયુટને નોટિસો ફટકારવામાં આવી છે.
વડોદરામાં ફાયર સેફટીને મુદ્દે વધુ ૩૦થી ટયુશન કલાસિસનું ચેકીંગ કરી નોટિસ અપાઈ
આ બાંધકામ તાત્કાલિક અસરથી દુર કરવા તેમજ ફાયર સેફ્ટીની વ્યવસસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં ફાયર બ્રિગેડ ખાતા દ્વારા ટયુશન કલાસીસને ફાયર સેફટી બાબતે ચેકીંગ કરી નોટીસ આપવામાં આવી હતી.