વડોદરા: શહેર યુથ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના( Aam Aadmi Party)વિરોધ વચ્ચે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે સાથે દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પણ 25 રૂપિયાનો વધારો (Baroda dairy milk price hike) કરવામાં આવ્યો છે. બરોડા ડેરી ખાતે મળેલી(Baroda dairy Vadodara)નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બરોડા ડેરી દૂધના ભાવમાં વધારો બરોડા ડેરીએ દૂધનો ભાવ વધારો
બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલની અધ્યક્ષ સ્થાને બરોડા ડેરીના(Baroda dairy price list) નિયામક મંડળની બેઠક મળી હતી. દૂધના ભાવમાં વધારો કરવા માટે આજે ખાસ બેઠક મળી હતી. જેમાં લાંબી ચર્ચાના અંતે 500 એમ.એલ. અમૂલ તાઝા, 500 એમ.એલ. અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ અને 500 એમ.એલ. અમૂલ ગાયના દૂધમાં પ્રતિલીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે સાથે દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પણ રૂપિયા 25નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમુલ ડેરી દ્વારા અગાઉ દૂધની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. પરિણામે બરોડા ડેરીએ પણ દૂધનો ભાવ વધારો કરવાની તૈયારી કરી હતી.
આ પણ વાંચોઃખાદ્યતેલમાં સ્ટોક મર્યાદા કરવાથી ભાવ ઘટવાની શકયતા નહિવત: SOMA
CNG, LPG બાદ હવે દૂધના ભાવમાં વધારો
જોકે શહેર-જિલ્લાના ધારાસભ્યોએ દૂધના ભાવ અંગે વિરોધ જાહેર કરતા સંચાલકોએ જે તે સમયે દૂધનો ભાવ વધારવા પર વિચારણા ટાળી હતી. તદુપરાંત રાજકીય પક્ષો દ્વારા પણ દૂધના ભાવ વધારા સામે બાંયો ચઢાવી હતી. CNG, LPG બાદ હવે દૂધના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં પણ તોતિંગ વધારાનું સંકટ તોળાઈ રહ્યું છે. મોંઘવારી અને બેરોજગારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ કુદકેને ભૂસકે વધતા સામાન્ય નાગરિકની કમર ભાંગી તૂટી છે અને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
અમુલ દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો
અમુલ દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પણ ભાવ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ સહિત ઘાસચારામાં થયેલા ભાવ વધારાના પગલે બરોડા ડેરીને પણ દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. આવતીકાલથી અમલમાં આવે તે રીતે આ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે 500 એમ.એલ. શક્તિ અને 500 એમ.એલ. ગોલ્ડમાં તેમજ 200 એમ.એલ. ગાયના પાઉચમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તદુપરાંત છાશમાં પણ કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
ભાવમાં વધારો કરવો જરૂરી
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા દૂધનો ભાવ વધારો ન કરવા માટે બરોડા ડેરીના એમ.ડી.ને રજૂઆત કરી હતી. તેમજ દેખાવો, સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવો જરૂરી હોવાથી આવતીકાલથી અમલમાં આવે તે રીતે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃAmul Milk Prices Rise : અમૂલ દૂધના ભાવમાં વધારો, 1 માર્ચથી અમલી