વડોદરાઃ બરોડા ડેરી દ્વારા તા. 1લી એપ્રિલથી અમલમાં આવે તે ( Baroda Dairy) રીતે અમુલ શક્તિ, અમુલ ગોલ્ડ દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંતબરોડા ડેરી ગોરસ છાસ 400 મિ.લી. માં 1 રૂપિયો અને બરોડા ડેરી જીરા છાસ 190 મિ.લી.માં પણ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પંદર દિવસ પહેલાં અમુલ તાઝા, અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ અને અમુલ ગાયના દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો હતો.
બરોડા ડેરીએ દૂધ અને છાસના ભાવમાં વધારો -પેટ્રોલ, ડિઝલ સહિત પશુ આહારના(Increase in milk and milk prices) ભાવમાં થઈ રહેલા ભાવ વધારાને પગલે બરોડા ડેરી દ્વારા દૂધ અને છાસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. બરોડા ડેરી દ્વારા અમુલ ગોલ્ડ 500 એમ.એલ. નો ભાવ રૂપિયા 30 હતો તેનો રૂપિયા 31 કરવામાં આવ્યો છે. અમુલ શક્તિ 500 એમ.એલ.નો ભાવ રૂપિયા 27 હતો તેનો રૂપિયા 28 કરવામાં આવ્યો છે. જ્યારે બરોડા ડેરી ગોરસ છાસ 400 મિ.લી.નો ભાવ રૂપિયા 10 હતો. તેમાં રૂપિયા 11 કરવામાં આવ્યો છે. 5 લિટર ગોરસ છાસ રૂપિયા 120 ભાવ હતો તેનો રૂપિયા 130 કરવામાં આવ્યો છે. બરોડા ડેરી જીરા છાસ 190 મિ.લી.નો ભાવ રૂપિયા 5 હતો તેનો રૂપિયા 6 કરવામાં આવ્યો છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ, પાણી, ટ્રાન્સપોર્ટ, દૂધ વિતરકોના કમિશનમા વધારો, દાણમા સબસિડી, પગાર, કર્મચારી મૃત્યુ સહાય, પેકીંગ સહિતના ખર્ચમાં થયેલા વધારાને પગલે બરોડા ડેરી ઉપર વાર્ષિક રૂપિયા 98 કરોડના પડેલા આર્થિક બોજને પગલે બરોડા ડેરી દ્વારા દૂધ અને છાસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.