વડોદરા BCAની ચૂંટણીને લઈને બે ગ્રુપ વચ્ચે રસાકસી જોવા મળી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ચરાયું અમીન અને પ્રણવ અમીનના આગેવાનીવાળા જૂથ રિવાઈવલ અને સમરજીતસિંહ ગાયકવાડ તથા સંજય પટેલની આગેવાનીવાળા રોયલ ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો હતો. ચૂંટણીને માટે બંને પક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો હતો. મતદારોને પોતાના તરફ આકર્ષવા તેમજ તેમની તરફ ખેંચવા માટે પ્રયત્નો થઈ રહ્યા હતા.
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી થશે, રોયલ ગ્રુપ અને રિવાઈવલ ગ્રુપ વચ્ચે ટક્કર - વડોદરા BCA
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રોયલ ગ્રુપ અને રિવાઈવલ ગ્રુપ વચ્ચે ટક્કર છે. જેનું મોડી રાત્રે પરિણામ આવશે.

etv bharat baroda
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રોયલ ગ્રુપ અને રિવાઈવલ ગ્રુપ વચ્ચે ટક્કર
આ ઇલેક્શનમાં ભૂતપૂર્વ ખેલાડીઓ પણ મેદાનમાં ઉતર્યા હતા. તેમજ રોયલ ગ્રુપમાંથી જતીન વકીલ અને રિવાઈવલ ગ્રુપમાંથી પ્રણવ અમીન પ્રેસિડેન્ટ પદ માટે મેદાનમાં ઉતર્યા હતા. આ સાથે આ ચૂંટણીમાં પ્રેસિડેન્ટ પદ અને વાઇસ પ્રેસિડેન્ટ માટે મીનેશ પટેલ, દિપક નાયકવાડે, જોઈન્ટ સેક્રેટરી અક્ષત પટેલ ,પરાગ પટેલ, ટ્રેઝરર શીતલ મહેતા અને અતુલ પરીખે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, આ ચૂંટણીનું પરિણામ મોડી સાંજ સુધી આવવાની શક્યતા સેવાઇ રહી હતી.પરિણામ બાદ જ ખબર પડશે કે હવે BCAની કમાન ક્યુ ગ્રુપ સંભાળશે.