વડોદરા : શહેરના બાપોદમાં પિતા પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પત્નીના ત્રાસથી કંટાળી પતિએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. પુત્રએ આત્મહત્યા કર્યા બાદ બાજુના રૂમમાં જઈ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળેલ છે. ઘટના અંગે આસપાસના લોકો દ્વારા બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે તપાસ કરતા પિતા અને પુત્ર મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યાં પોલીસને પલંગ પર મૃતકની સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં પત્નીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો બાપોદ પોલીસ સ્ટેશનમાં ACP જી. ડિવિઝન એમ.પી. ભોજાણીએ જણાવ્યું કે,પત્ની તેમજ તેમના પતિ અને પુત્ર સાથે રહેતા હતા. પત્નીના ત્રાસથી પતિ પરેશભાઈ કંટાળી પુત્રને આત્મહત્યા કરાવીને પોતે પણ ગળે આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યાનું મુખ્ય કારણ તેમના પત્ની છે. પત્નીના ઘરકંકાસના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું. આડોશ પાડોશમાં આ ઘટના અંગે જાણ થતા બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વિઝીટ કરી ત્યારે અંદરથી ઘર બંધ છે.
આ પણ વાંચોઆત્મદાહ કરનાર વિદ્યાર્થીના મૃત્યુથી ભભૂક્યો રોષ, પ્રિન્સીપાલનું ચોંકાવનારુ નિવેદન