- પશુપાલકો દરરોજનું 80 લાખ લીટર દૂધ ડેરીમાં ભરાવે છે.
- હવે ડેરીએ અમુલ મસ્તી મસાલા છાસનું પ્રોડક્શન પણ શરૂ કર્યું
- દરરોજની 2 લાખ લીટર મસાલા છાસ થાય છે તૈયાર
બનાસકાંઠા: એશિયાની સહુથી મોટી બનાસ ડેરી પોતાની તમામ પ્રોડક્ટ અમુલ બ્રાન્ડના નામથી જ તૈયાર કરે છે. ત્યારે અમુલ મસ્તી મસાલા છાસ હવે બનાસ ડેરીમાં તૈયાર થઈ રહી છે. ડેરીએ સાડા દસ કરોડના ખર્ચે વિકસાવેલા આ પલાન્ટમાં દરરોજની 2 લાખ લીટર મસાલા છાસનું ઉત્પાદન થઈ રહ્યું છે.આ છાસ 6 મહિના સુધી વગર ફ્રીજે પણ બગડે નહીં તે પ્રકારે તૈયાર કરવામાં આવે છે.
બનાસ ડેરીમાં દરરોજની 80 લાખ લીટર દૂધની આવક
બનાસકાંઠાજિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે, પરંતુ પાણીના તળ ઊંડા ગયા હોવાથી અહીં માત્ર ખેતી પર જીવન નિભાવવું મુશ્કેલ છે. ત્યારે રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીએ પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપતા આજે ડેરીમાં દરરોજની 80 લાખ લીટર દૂધની આવક થાય છે. આ દૂધ થકી ડેરી દૂધની અવનવી પ્રોડક્ટ તૈયાર કરે છે. જેમાં ડેરીએ હવે સાડા 10 કરોડના ખર્ચે તૈયાર થયેલા મસાલા છાસના પલાન્ટ થકી દરરોજની 2 લાખ લીટર અમુલ મસ્ત મસાલા છાસનું ઉત્પાદન થઈ રહ્યું છે.
આ પણ વાંચો :બનાસ ડેરીની ચૂંટણીને કારણે શરૂ થયેલા રાજકીય વિવાદોમાં ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળી ફસાઈ
દરરોજની 2 લાખ લીટર છાસ તૈયાર થાય છે
આ મશીન ફુલ્લી ઓટોમેટેડ હોવાથી છાસ પેકીંગ સાથે બહાર આવે છે. ડેરી દ્વારા જિલ્લાની પ્રજાને ઉત્તમ ગુણવત્તાની છાસ મળી રહે તે માટે અમુલ મસ્તી છાસનું ઉત્પાદન શરૂ કરાયું છે. ડેરીના પલાન્ટ મેનેજર હિતેશભાઈએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ દ્વારા કોઈપણ પ્રકારના વ્યક્તિના ઉપયોગ વિના દરરોજની 2 લાખ લીટર છાસ તૈયાર થાય છે. આ ઉપરાંત બનાસ ડેરીના એમ.ડી.સંગ્રામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત છાસ હવે બનાસ ડેરીના પ્લાન્ટમાં જ તૈયાર કરવામાં આવે છે.