આવા કામ મદારી અને જાદૂગર કરતા હોય છે વડોદરા : ગુજરાત સહિત સમગ્ર દેશમાં સતત વિવાદોમાં રહેતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર આગામી દિવસોમાં ગુજરાતના મહાનગરોમાં યોજવા જઇ રહ્યા છે. આ કાર્યક્રમને લઈને પણ સતત વિવાદો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે વડોદરાના અને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર જ્યોતિર્નાથે પણ મોરચો ખોલ્યો છે.
આ કામ જાદૂગર અને મદારીના હોય છે. સનાતન હિન્દૂ રાષ્ટ્રની વાત બંધારણ વિરોધી છે. સનાતનની વાત આવકારીએ છીએ પણ આ પ્રકારના આડંબરને અમે આવકારતા નથી... ડૉક્ટરજ્યોતિર્નાથ(સનાતન સંત સમિતિ અધ્યક્ષ )
બંધારણ વિરુદ્ધની વાત સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.જ્યોતિર્નાથે બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે વધુમાં જણાવ્યું હતું કે વિવાદોમાં આવવાની વાતમાં તો એવું છે કે મૂળભૂત જે કામ કરે છે, સનાતન ધર્મની વાતો કરે હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે. તેમાં પ્રથમ તો સનાતન શું છે તે સમજવું પડશે જગતને. હિન્દુ રાષ્ટ્રની વાત કરવી તે બંધારણ વિરુદ્ધની વાત છે.
સંત કેવા હોય છે: સંત રોજેરોજ પહેરવેશ બદલતાં નથી તેમ જણાવવા સાથે ડૉક્ટર જ્યોતિર્નાથે કહ્યું કે કોઈ પણ પરચી કાઢીને કોઈ પણ સંત પોતાની પાસે રહેલી સિદ્ધિને આવી રીતે જાહેર ન કરે. કદાચ કોઈના કલ્યાણ માટે વાપરે તો તે રૂમમાં વાપરે બહાર નહીં. આજે આ આસનનું મહત્વ હોય છે. ત્યાં બેઠા હોય ત્યાંથી થતું હોય છે. સંત હોય છે તેના પહેરવેશનું મહત્વ હોય છે. મહંત હોય તો તેના પહેરવેશની રીત જોવાતી હોય છે. તેના પહેરવેશ વારંવાર બદલાતા નથી. સંત કે મહંતનો પહેરવેશ એક જ પ્રકારનો હોય છે તે રોજબરોજ બદલાતો હોતો નથી.
આ બધા કામ જાદુગર અને મદારીના હોય : ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં થતા પ્રવૃત્તિઓને લઇને તેમણે જણાવ્યું કે આ બધાં જ કામ મદારી અને જાદૂગરના હોય છે. સમાજમાં ત્રણ પ્રકારના સંતો અને લોકો સમાયેલા છે. એક વેપારી છે, બીજા મદારી છે અને ત્રીજા અલગારી છે. સમાજે શોધવાની જરૂર છે કે તમારે કયા જોઈએ છે. સમાજ જ્યારે કામ કરતો હોય છે, સમાજમાં કામ કરતા હોય ત્યારે સનાતન ધર્મની વાત આવકારીએ છીએ પણ આ રીતના આડંબરને અમે આવકારતા નથી.