વડોદરા : બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, જેમ વૃક્ષના પાન સૂકાઈ રહ્યા છે તેવી રીતે સનાતન ધર્મના પાન સૂકી રહ્યા છે. હિન્દુ રાષ્ટ્ર એટલે સામાજિક સમરસતા છે.સસ્તી લોકપ્રિયતા માટેનો ઉપાય છે. આ મામલે જાતિવાદ દૂર કરવું જોઈએ. રામના નામે પથ્થર ફેંકે, રામચરિત માનસને સળગાવનાર લોકોને દેશમાં ન રહેવાનો મતલબ હિન્દુ રાષ્ટ્ર છે.
લોકો અવાજ ઉઠાવશે તો હિન્દૂ રાષ્ટ્ર બનશે : ભારત હિન્દુ રાષ્ટ્ર કેવી રીતે થશે તે અંગે પૂછતાં બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે લોકો અવાજ ઉઠાવશે ત્યારે હિન્દૂ રાષ્ટ્ર બનશે. તેમણે ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહ્યું કે તેમના માટે આશીર્વાદ સાધુવાદ છે, વડાપ્રધાન દેશના રાજા છે. હિન્દુઓના હ્રદયમાં હિન્દુ રાષ્ટ્રની માંગ ઉઠાવીએ છે.
પાગલનો મતલબ મેન્ટલ નહીં : અહીં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પાગલ શબ્દનો કયા અર્થમાં પ્રયોગ કરી રહ્યાં છે.બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે પાગલનો મતલબ મેન્ટલ નહી, પરમાત્મામાં લાગી ગયો હોય તેને પાગલ કહેવાય છે. સાથે તેમણે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની કલ્પના રાજ સત્તાથી નહી પૂરી થાય, જન સત્તાથી થશે. સનાતન એટલે પ્રાચીન ગુરુ અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું.
લગ્ન કરશે: બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના જીવનના મહત્ત્વની બાબાત અંગે પણ સવાલનો ઉત્ત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે હું લગ્ન કરવાનો છું પણ ક્યારે કરીશ એ હજી નક્કી નથી. સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઈએ. સાથે કોઈ ગીધડોની ધમકીથી હું ડરતો નથી. સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે કરોડોનું અધ્યાત્મ છોડીને 10 રૂપિયાની રાજનીતિમાં કોણ આવે. આ રીતે તેમણે રાજકારણમાં રસ ન હોવાનો સંકેત આપ્યો હતો.
- Baba Bageshwar : વડોદરાના બે મૂર્તિકારે ભૂતળા માટીમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ તૈયાર કરી ભેટ આપવા પહોંચ્યા
- Baba Bageshwar : રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ અરજી થઇ
- Bageshwar Dham in Ahmedabad : અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, દિલ્હીની ઘટના સહિત વિવાદી મુદ્દાઓ પર બોલ્યાં