જો કે, છેલ્લા કેટલાક સમયથી આ સાઇટ બંધ પડી છે. જે સ્થળ પર નુર્મના મકાનો બની રહ્યા હતા. તે પ્લોટ સ્કૂલ માટે રિઝર્વ હોવાથી સ્થાનિક લોકો હાઇકોર્ટમાં ગયા હતા અને સ્ટે લાવતા આ સાઈટ બંધ પડી છે. સાઈટ બંધ થયા બાદ આ કોન્ટ્રાક્ટર સાઈટ છોડીને જતો રહ્યો છે. જે તે સમયે કામ ચાલતું હતું, ત્યારે તળાવ જેવો મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે.
વડોદરામાં પાણી ભરેલા ખાડામાં પડી જતા બાળકનું મોત.. - Vadodara Latest News
વડોદરાઃ શહેરના આજવા રોડ પર દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ પાસે નુર્મના મકાનોની સાઈટ પર પાણી ભરેલા ખાડામાં પડી જતા શ્રમજીવી પરિવારના બાળકનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહની બાજુમાં નુર્મના મકાનોની સાઈટની બાજુ માંજ ઝૂંપડું બાંધીને રહેતા શ્રમજીવી પરિવારનું બાળક રમતા રમતા ખાડામાં પડી ગયુ હતુ.
વડોદરામાં પાણી ભરેલા ખાડામાં પડી જતા બાળકનું મોત..
આ ખાડા નજીક ગુરુવારે સાંજે રમી રહેલ રાહીલ પલાસ નામનો 10 વર્ષનો બાળક રમતા રમતા ખાડામાં પડી ગયો હતો. રાહીલ સાથે રમતા બાળકોએ આ અંગે રાહીલના માતા પિતાને જાણ કરી હતી. જે બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જો કે,રાહીલને બચાવી શકાયો ન હતો. બનાવ અંગે બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.