દિવ્યા દરબારને લઈ તડામાર તૈયારીઓ વડોદરા:બાગેશ્વરધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા ખાતે 3 જૂને દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વડોદરા ખાતે 3 જૂને દિવ્ય દરબાર 1 લાખ ભાવિકો જોડાશે:આ ભવ્ય કાર્યક્રમમાં 1 લાખ સુધી સંખ્યા જોડાઈ શકે છે તેવું અનુમાન આયોજકો કરી રહ્યા છે. જેથી આયોજનમાં કોઈ કમી ન રહે તે અર્થે સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સીસીટીવી, મેડિકલ સુવિધાઓ, એન્ટ્રી સહિતની તમામ સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. આજે સાંજ સુધીમાં કાર્યાલય પણ કાર્યરત કરવામાં આવશે.
"ગઈકાલે સાંજે અમારી ટીમ નવલખી ગ્રાઉન્ડ ખાતે ગઈ હતી. જેમાં બાગેશ્વર ધામ આયોજક સમિતિ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સ્ટેજ લેઆઉટ, બેઠક વ્યવસ્થા, વીઆઇપી અને નોર્મલ એન્ટ્રી, પાર્કિંગના સ્પોટ પણ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ વિભાગ તરફથી પણ વિવિધ પ્રોસેસ થઈ ચૂકી છે અને મંજૂરી પણ મેળવવામાં આવી છે." - કમલેશ પરમાર, નવશક્તિ ગરબા મહોત્સવ આયોજક
વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે: આ કાર્યક્રમને લઈ એક કાર્યાલય પણ આજે સાંજ સુધીમાં કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. વિવિધ ફોર્મલિટી પુરી કર્યા બાદ આવતી કાલે વિધિવત આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને મંડપનું કામ શરૂ કરવામાં આવશે. આ સાથે બેઠક વ્યવસ્થામાં 12 જેટલી એલ ઇ ડી સ્ક્રીન પણ લગાડવામાં આવશે. સાથે ફાયર સેફટી, પાણી, સીસીટીવી જેવી તમામ જરૂરિયાતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે જેમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે.
- MP: Bhopal: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા, જાણો શુ છે બંદોબસ્ત
- Baba Bageshwar in Gujarat: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈ તૈયારીઓ શરૂ, સુરતમાં રોડ શૉ
નવલખી ખાતે શું આયોજન: 1) બેઠક વ્યવસ્થા ભારતીય પરંપરા મુજબ ગાદલા પાથરવામાં આવશે. 2) દિવ્યા દરબારમાં 12 જેટલી એલઇડી સ્કિન હશે. 3) વિવિધ મેડિકલ ટીમો સ્થળપર હજાર રહેશે. 4) સ્ટેજની સાઈઝ 80x40 ફૂટની રહેશે. 5) સ્ટેજ અને માડપની બંને સાઈડ પીવાના પાણી માટે 8 ટેન્કરો હશે. 6) વધુ તબિયત લથળે તો એમ્બ્યુલન્સ તૈનાત હશે. 7) બે વીઆઇપી સહિત કુલ 8 ગેટ હશે. 8) દિવ્યા દરબાર સીસીટીવી થી સજ્જ હશે, જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય.