વડોદરાઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે અને દેશમાં પણ વાયરસના લક્ષણો દેખાયા છે. ત્યારે વડોદરા શહેરમાં પણ શહેરીજનોને કોરોના વાયરસનો ભય સેવાઈ રહ્યો છે. જેને અનુલક્ષી માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે યૂથ માંજલપુર જનકલ્યાણ ગ્રુપ દ્વારા કોરોના વાયરસ સામે લોકોને રક્ષણ આપવાના હેતુસર આયુવેર્દિક ઉકાળાનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
નાગરિકોને કોરોનાથી બચાવવા વડોદરામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું - કોરોના વાઈરસ
કોરોના વાયરસ સામે વડોદરાના નગરજનોને રક્ષણ આપવા હેતુસર યુથ માંજલપુર જનકલ્યાણ ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળો તેમ જ સામાન્ય રોગના નિદાન માટે નિઃશુલ્ક આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નાગરિકોને કોરોનાથી બચાવવા વડોદરામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
ઉકાળાની સાથે સામાન્ય રોગના નિદાનનો કેમ્પ પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને નિદાન કેમ્પ અને આયુવેર્દિક ઉકાળાનો લાભ મેળવ્યો હતો.