ગુજરાત રાજ્ય સરકારના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે સોલાર એનર્જીને લઇને દેશના વડાપ્રધાનના નિર્ણય અને કામગીરી બાબતે જણાવ્યુ કે, મોદીજીએ ક્લાઇમેટ ચેન્જ અને રિનેયુબલ એનર્જીની લીડરશીપ લીધી છે. તે સાથે જ વર્ષ 2022 સુધી 175 ગીગા વોટ વિજળી દેશમાં ઉત્પાદન કરવાનુ નક્કી કર્યુ છે.
વડોદરા સોલાર એનર્જીના કાર્યક્રમમાં જોડાયા ઉર્જાપ્રધાન સૌરભ પટેલ
વડોદરા: રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ સોલાર એનર્જી કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે પત્રકારો સાથે વાત કરતા સોલાર એનર્જીને લઇને સરકારની કામગીરી અને યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ બાબતે કેટલી સબસીડી મળે તે વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, વડોદરામાં સોલર રુફ ટોપમાં 1845 અરજીઓ મળી હતી. જેથી વધારે છે.આગામી 31 માર્ચ સુધીમાં 2 લાખ ઘરોમાં આ માધ્યમથી 600 મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરવા જઇ રહ્યા છીએ. ખેડુતોના સોલર ફીડર માટે પૈસા ભરાયા પણ તેમને મંજુરી મળી નથી. તે બાબતે તેમણે કહ્યુ કે, અમે તપાસ કરી રહ્યા છીએ. જો કોઇ વ્યક્તિ 4 મેગા વોટ વિજળીનું ઉત્પાદન પોતાની સંસ્થા કે જમીન પર કરશે તો અમે 2.85 પૈસાના ભાવે 25 વર્ષનો કરાર તેની સાથે કરીશું. આ ઉપરાંત 30,000 મેગા વોટનું હાઇબ્રીડ પાકની યોજના જાહેર કરી છે. જેમાં 1,20,000કરોડ રુપીયાનુ રોકાણ થશે. જેમાંથી 10 હજાર મેગા વોટ ગુજરાત માટે રેહશે.
આમ રુફ ટોપ, સ્મોલ સોલર ,હાઇબ્રીડપાક,સરકારી કંપનીઓ ચારેય ભેગા થઇ 30 હજાર મેગા વોટનુ ઉત્પાદન કરવા જઇ રહ્યા છે. કોર્મશિયલ વીજદર બાબતે તેમણે કહ્યુ હતું કે, બીજા રાજ્યો કરતા ગુજરાતના દર ઓછા છે. આ દર રાજ્ય સરકાર નક્કી નથી કરતી પરતું આ કામ રેગ્યુલેટરી કમિશનનું છે.