વડોદરા:વડોદરા શહેરના સિંઘરોટ ખાતેથી ગુજરાત એટીએસ દ્વારા 700 કરોડથી વધુનો એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું . જેમાં આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પાંચ આરોપીની અટકાયત કરાઈ હતી અને એટીએસની તપાસમાં વધુ ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓને આજે સાંજે વડોદરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓના આગામી 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચોઃ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ
અમદાવાદ ટીમ આવશેઃ જેથી ATS આ ત્રણેય આરોપીઓને લઇને અમદાવાદ રવાના થઇ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતી એટીએસ મોટી માત્રામાં ઝડપાયા એમડી ડ્રગ્સનો જથ્થો સાથે જ પાંચ આરોપી અને ત્યારબાદ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવે છે ત્યારે વધુ વધુ ખુલાસા થઈ શકે છે. વડોદરા શહેરના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘની આગેવાનીમાં આજે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે લોક દરબાર યોજાયો હતો.
આ પણ વાંચોઃ કાળો જાદુ કરતી પુત્રવધુ સામે ફરિયાદ લેવા પોલીસ તૈયાર ન થતાં સાસુએ કોર્ટમાં કરી અરજી, આખરે નોંધાઈ ફરિયાદ
ફરિયાદ હતીઃ જેમાં પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે વ્યાજખોરોની બાતમી વિવિધ સામાજીક સંગઠનો અને લોકો પણ અમને જણાવે અને તેમની સામે કાર્યવાહી કરીશું. વ્યાજખોરો સામેની ઝુંબેશમાં પોલીસ કમિશ્નરને 27 લોકોએ વ્યાજખોરો સામે રજૂઆત તેમજ ફરિયાદ કરી હતી. આ સિવાય પોલીસ હેલ્પ ડેસ્ક, ડિસ્ટ્રીક રજીસ્ટ્રાર સહિતના અધિકારીઓ મળી કુલ 101 રજૂઆતો વ્યાજખોરો સામે આવી છે. હવે પોલીસે આ તમામ સામે તપાસ કરશે.
આ પણ વાંચોઃ સુરતના બિલ્ડરનું અપહરણ, લૂંટને 12 કરોડના બિટકોઇન મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ
તપાસ ચાલુંઃ બીજી તરફ શહેરમાં વ્યાજખોરીની અનેક ફરિયાદો બાદ ધરપકડ કરવામાં આવેલા ઓમ ફાયનાન્સના પ્રણવ ત્રિવેદીની ઓફિસ ખાતે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ અને તપાસની કામગીરી કરવામાં આવી હતી. તેમજ તેના નાણાકીય વ્યવહારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા શહરના મોટા ગજાના વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે તેઓની ઓફિસ પર પણ સર્ચની કાર્યવાહી કરવામાં આવી રહી છે.