વડોદરા : છેલ્લા કેટલાક સમયથી વડોદરા જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી થયાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. જેની ફરિયાદ નોંધાતી હોય છે, ત્યારે આ ઠગ ટોળકી પકડાય છે. પરંતુ ફરી પાછા તેઓ સક્રિય બનીને અલગ અલગ જગ્યાએથી વિવિધ નુસખાઓ અપનાવી ઠગાઈ કરતા જ રહે છે. વડોદરા જિલ્લાના પાદરામાં આ ટોળકી સક્રિય બની છે. બેંક ઓફ બરોડાની શાખામાં રૂપિયા ઉપાડવા ગયેલા એક ગ્રાહકને બે ગઠિયાએ જણાવ્યું હતું કે, બેંકમાંથી આપવામાં આવેલા બંડલોમાં ખોટી નોટો હોય છે. આમ, જણાવી નજર ચૂક કરાવી ઠગાઈ કરી હતી.
કેવી રીતે કરી છેતરપિંડી:બેંક ઓફ બરોડામાં રૂપિયા ઉપાડવા આવેલા એક ગ્રાહકને બે ગઠિયાઓએ બેંકમાંથી આપેલા બંડલોમાં ખોટી નોટો હોવાનું જણાવી તમે ચેક કરી લો અને આ બહાને રૂપિયા એક લાખ લઈને બે ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જે અંગેની પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પાદરા તાલુકાનાં એકલબારા સૈનાપુરા ખેતરમાં મગનભાઈ ભીખાભાઈ માળી ઉંમર વર્ષ 61 જો પોતાના પરિવાર સાથે રહી ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓનું બેન્ક એકાઉન્ટ ઉમિયા વાડીની સામે આવેલી બેંક ઓફ બરોડામાં હોવાથી તેઓ પૈસા ઉપાડવા આ શાખામાં ગયા હતા. ત્યારે બે ગઠીયાઓએ બેંકે આપેલા ચલણી નોટોના બંડલમાં 500ની નોટો ખોટી હોવાનું જણાવી, નજર ચૂક કરાવી રૂપિયા એક લાખ લઈ રફુચક્કર થઈ ગયા હતા.
ATMકાર્ડની હેરાફેરી કરી છેતરપિંડી કરાઇ :પાદરા તાલુકાના હરણમાળ ગામમાં રહેતા એક નોકરીયાત યુવાન લાલજીભાઈ રવજીભાઈ પઢિયાર જેઓ મુજપુર એકલબારા ગામની વચ્ચે આવેલ ATMમાં પૈસા ઉપાડવા ગયા હતા. તે સમય દરમિયાન અજાણ્યા શખ્સોએ મોઢે રૂમાલ બાંધીને ATMમાં રૂપિયા ઉપાડવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ લાલજીભાઈ પંડ્યાએ પોતાના ATM મારફતે પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 9000 બે વખત એટલે કે કુલ 18000 રૂપિયા પોતાના ATM કાર્ડ વડે ઉપાડ્યા હતા.
કાર્ડ રહી ગયુંઃ પરંતુ તે સમયે હાજર યુવાનોએ એક ઠગાઈ કરી હતી. ATM માંથી લાલજીભાઈના બહાર નીકળી ગયા બાદ તેઓએ જણાવ્યું હતું કે, કાકા તમારું ATM મશીનમાં રહી ગયું છે. આમ, કહી નજર ચૂક કરાવી ઓરીજનલ ATM તેઓએ પોતાના કબજામાં લઈ લીધું હતું અને બીજું નકલી ATM લાલજીભાઈને પધરાવી દીધું હતું.