ગુજરાત

gujarat

ETV Bharat / state

મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધામાં આસોજ ગામના યુવાને ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધાર્યું - Musa Reish Champion

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ સેવા દ્વારા મિક્સ માર્શલ આર્ટના ચેમ્પિયન મુસા રઈસ નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધામાં આસોજ ગામના યુવાને ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધાર્યું
મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધામાં આસોજ ગામના યુવાને ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધાર્યું

By

Published : Jan 5, 2021, 1:03 PM IST

  • વિશ્વમાં ભારત દેશના મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધામાં ડેસર તાલુકાના યુવાને નામનાં મેળવી
  • આસોજ ગામના મુસા રઈશનું મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયું
  • ડેસર પંથકના મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર ફેલાઈ

વડોદરાઃજિલ્લાના ડેસર તાલુકાના મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ સેવા દ્વારા મિક્સ માર્શલ આર્ટનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં આસોજ ગામના સામાન્ય મકરાણી પરિવારનો યુવક મુસા રઈશ ચેમ્પિયન બન્યો હતો. જેને લઇને ચેમ્પિયન મુસા રઈસનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધામાં આસોજ ગામના યુવાને ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધાર્યું

રાતળિયા ગામે ભારતના મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધા યોજાઇ

ડેસર તાલુકાના રાતળિયા ગામે વિશ્વમાં ભારતના મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધામાં નામના મેળવનાર વડોદરા જિલ્લાના આસોજ ગામના સામાન્ય મકરાણી કુટુંબમાં જન્મેલ મુસા રઈશનું મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં ચાલતા દૂષણો બંધ કરી, સમાજને આગળ લાવવા સાથે ભાઈચારાની નીતિ જાળવવા અગ્રણીઓએ સંદેશ પાઠવ્યો હતો. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાનાં રાતડીયા ગામે વિશ્વમાં ભારતનુ નામ રોશન કરી મીક્ષ માર્શલ આર્ટના ચેમ્પિયન મુસા રઈસનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં મધ્ય ગુજરાતમાંથી મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ મુસ્લિમ સમાજ જાગૃત બને શિક્ષિત બને તેમજ રમત-ગમત ક્ષેત્રે પણ ઝંપલાવે તેવી સમાજ સુધારણાની આગેવાનોએ વાત કરી હતી.

મુસ્લિમ સમાજમાં જાગૃતિ માટે રચાયો કાર્યક્રમ

સમાજમાં ચાલતા દૂષણોને તેમજ ફાલતુ ખર્ચા બંધ કરી સમાજને આગળ લાવવા માટે તથા એકતા અને ભાઇચારાના સંદેશ સાથે મુસ્લિમ સમાજ લક્ષી વાતો નવયુવાનો માટે કહી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનમાં કલંદર બાવા પાલીવાળા, ચેમ્પિયન મુસા રઈસ, મધ્ય ગુજરાત સમાજ સેવા પ્રમુખ કરીમભાઈ મલેક, બાલાસિનોરથી નવાબ બાબી સાહેબ, તોરેખાન પઠાણ, ફરીદભાઈ મુખી, સિરાજભાઈ હાજી, ઉમરેઠથી મુસ્તાકભાઇ શેખ, તેમજ ડેસરના સમાજ સેવક બાબુભાઇ જમાદાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજમાં જાગૃતિ કેળવાય તે હેતુસર કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details