- વડોદરામાં અતિ દુર્લભ કાળોતરો જોવા મળ્યો
- કાળોતરો એશિયામાં સૌથી ઝેરી સાપ ગણાયો
- ટિમ રિવોલ્યુશન દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપ્યો
વડોદરા :ચોમાસાની શરૂઆત થતાં જ (Starting of monsoon) થતા જ સાપ (Snake) કરડવાના કિસ્સાઓ વધી જાય છે. ત્યારે એશિયાનો સૌથી ઝેરી ગણાતો કાળોતરો સાપ (Black snake) લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ (Party plot) ખાતેથી મળી આવ્યો છે. આ ઘટના અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા ટીમ રિવોલ્યુશન (Team revolution) ના કાર્યકર્તાઓએ સાપનું રેસક્યુ (Snake Rescue) કરી વનવિભાગ (Forest Department)ના હવાલે કર્યો હતો.
આ પણ વાંચો : કોબ્રાના મોંમા ઓક્સિજન આપીને યુવકે બચાવી જાન, હવે બધી જગ્યાએ થઈ રહ્યા છે વખાણ
વ્યક્તિ જ્યારે પડખુ ફરે અને તે દબાય ત્યારે સાપ ડંખે
ભારતમાં કાળોતરો પછી નાગ, ખડચિતડો અને પૈડકુની ગણના સૌથી ઝેરી સાપ (Venomous snak)માં થાય છે. શહેરના પ્રાણીપ્રેમી (Animal lovers)એ જણાવ્યું હતું કે, કાળોતરોની વિશેષતા એ છે કે, તે નિશાચર એટલે કે રાત્રે જ શિકાર કરવા નીકળે છે અને તેનો ખોરાક અન્ય સાપ છે. પરંતુ ચોમાસાની ઋતુ (monsoon season)માં હુંફ માટે તે જે વ્યક્તિ જમીન પર સૂવે તેના શરીરની બગલમાં, ગળા, ખભા, પગમાં લપાઈ જાય છે અને વ્યક્તિ જ્યારે પડખુ ફરે અને તે દબાય ત્યારે તે સાપ ડંખ આપે છે.