વડોદરાશહેરમાં આવતીકાલે (6 જાન્યુઆરી)એ એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કારનો શૉ (Asia Largest Vintage Car Show in Vadodara) યોજાશે. આ શૉ અંતર્ગત આજે (ગુરૂવારે) સવારે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતેથી વિન્ટેજ કાર રેલીનું પ્રસ્થાન (Vintage Cars Departure) કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ કાર રેલીમાં (21 Gun Salute Vintage Car Rally) 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. આ રેલીમાં વર્ષ 1902ની સૌથી જૂની પેકાર્ડ કાર અને સૌથી લેટેસ્ટ વર્ષ 1975ની આલ્ફા રોમિઓ કાર પણ જોડાઈ હતી.
પ્રવાસન વિભાગના સહયોગથી રેલીનું આયોજન 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ (21 Gun Salute Heritage and Cultural Trust) દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ (lakshmi vilas palace vadodara) અને ગુજરાતના પ્રવાસન વિભાગના સહયોગથી (Gujarat Tourism Department) યોજાનારી આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો અને દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ આ રેલીમાં જોડાઈ હતી. આ રેલીનું પ્રસ્થાન (Vintage Cars Departure) રાજવી પરિવાર (Royal Family Vadodara) અને શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંહના (Dr Shamsher Singh Vadodara Police Commissioner) હસ્તે કરવામાં આવ્યું હતું.
દેશના ઉદ્યોગપતિઓની કારનો સમાવેશઆ હેરિટેજ કાર રેલીમાં દેશના ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા (પેકાર્ડ 1107 કૂપ રોસ્ટર), હર્ષ પતિ સિંઘાનિયા, હર્ષવર્ધન રૂઈઓની કારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો દિલ્હીના જાણીતા એડવોકેટ અને કાર કલેક્ટર દિલજિત ટિટસની પણ કાર આ રેલીમાં (21 Gun Salute Vintage Car Rally) જોડાઈ હતી. આ ઉપરાંત ગુજરાતની પણ કેટલીક કાર્સ, જેમાં જામનગરના ડી. એમ. જાડેજાની સનબીમ રેપિયર, એન. કે. પટેલ, જતીન પટેલની કાર્સ પણ જોડાઈ હતી. આ ઉપરાંત વર્ષ 1938ની રોલ્સ રોય્સ, વર્ષ 1948ની હમ્બર, વર્ષ 1936ની ડોજ ડી 2 જેવી અદભૂત કારો આ રેલીમાં જોડાઈ હતી.
આ પણ વાંચોરાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું શહેરમાં પ્રદર્શન