વડોદરા:વાઘોડિયાના ધારસભ્ય મધુ શ્રીવાસ્તવ( MLA Madhu Srivastava) પોતાની ઉગ્ર વાણીથી જાણીતા છે. પ્રજાની વચ્ચે જઈને પ્રશ્નો સાંભળનાર ધારાસભ્ય જરોદ પહોંચ્યા હતા. જરોદ ગ્રામ પંચાયતે વિવિધ વિસ્તારમાં દબાણ હટાવવાની નોટીસ (Notice to remove Daban from Jarod gram panchayat )આપી હતી. જે અંતર્ગત વાઘોડિયાના ધારાસભ્ય પ્રજાની વચ્ચે પહોંચી ગયા હતા. દબાણો સ્વયં હટાવવા લોકોને અપીલ કરી હતી. બે-ચાર લોકોને કારણે બધા હેરાન થાય છે. જરોદ ગામે દબાણથી વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. જેથી ગામમાં દબાણો હટાવવાના મુદ્દે લોકો વચ્ચે પહોંચ્યા હતા.
મધુ શ્રીવાસ્તવના આકરા તેવર મારુ કર્તવ્ય છે તે નિભાવવા માટે આવ્યો છુ વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે પોતાના જાણીતા અંદાજમાં લોકોને સમજાવવાનું શરૂ કર્યુ હતુ. કહ્યુ હતુ કે ધારાસભ્ય ધારે તે કરી શકે છે. હું કોઈ મુરદાલ માણસ નથી ધારાસભ્ય છું. લોકોની રોજીરોટી માટે જ અહીં આવ્યો છુ. વધુમાં કહ્યુ હતુ કે તમારા વડે જ હુ ધારાસભ્ય છું. મારુ કર્તવ્ય છે તે નિભાવવા માટે આવ્યો છુ. આજે જરાદ ગામના વેપારીઓને સાથ આપવા આવ્યો છુ.
આ પણ વાંચોઃMLA Without Mask: માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા મધુ શ્રીવાસ્તવ, બોલ્યા- કોરોના આવે કે બીજો કોઈ રોગ, કોઈ ફરક પડવાનો નથી
હું વાઘોડિયા મતવિસ્તારનો ધારાસભ્ય છું
જ્યાં સુધી હું વાઘોડિયા મતવિસ્તારનો ધારાસભ્ય છું ત્યાં સુધી પાકા બાંધકામો તોડવા નહીં દઉની ખાતરી ઉચ્ચારતા જ ઉપસ્થિત જનમેદની એ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ધારાસભ્યએ વધુમાં કહ્યુ હતુ કે જાહેર જનતાના જાહેર માર્ગો જે પ્રમાણે આજે ખુલ્લા કર્યા છે તે જ પ્રમાણે ખુલ્લા રાખજો. બાકીનું બિજુ બધું હુ જોઈ લઈશ. ઉપસ્થિત ગ્રાજનોની જનમેદની માંથી જરોદ ગામના તળાવની સાફસફાઇની રજૂઆત થતાં ધારાસભ્યએ નજીકના દિવસોમાં સાફસફાઇ અભિયાન ચાલુ કરી દેવાશે તેવી ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના આગવા અંદાજથી જાણીતા મઘુ શ્રીવાસ્તવ હંમેશા પ્રજાની વચ્ચે જઈને તેના પ્રશ્નો સાંભળે છે અને સાચુ કહેવા માટે જરા પણ અચકાતા નથી. જાહેરમાં પ્રજાની સામે જ તેનો આગવો અંદાજ વારંવાર જોવા મળતો હોય છે.
આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: મધુ શ્રીવાસ્તવના બેબાક બોલ, કહ્યું- વિકાસ કામો પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનપદે રાજીનામું આપીશ