રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઈ અને આયોગના સદસ્યો વડોદરા એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના ટ્રાયબલ કમિશ્નર જે. રણજીતકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આયોગના અધ્યક્ષ અને સભ્યોનું સ્વાગત થયું હતુ. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના મદદનીશ નિયામક એસ.પી. મીના અને રાજેશ્વર કુમાર ગુજરત રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે છે.
વડોદરા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અધ્યક્ષનું આગમન - નંદકુમાર સાઇ
વડોદરાઃ શહેરમાં આવેલી ટ્રાયબલ યુનિવર્સિટી અને મ્યુઝિયમ અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઈ અને આયોગના સભ્યો ખાસ હાજર રહ્યાં હતા, જેમનુ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
![વડોદરા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અધ્યક્ષનું આગમન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3993810-thumbnail-3x2-vv.jpg)
વડોદરા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અધ્યક્ષ નંદકુમાર સાંઇનું આગમન
આ દરમિયાન વડોદરા સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરી સવારના સ્ટેચ્યુ ઓફ યનિટીની મુલાકાત લેવા રવના થશે. તેમજ નર્મદા જિલ્લાના કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારી સાથે એક બેઠક યોજશે. આ ઉપરાંત ટ્રાયબલ યુનિવર્સિટી અને ટ્રાયબલ મ્યુઝિયમ અંગે પણ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં અનુસૂચિત જનજાતિની સમસ્યા અને તેમના વિકાસ માટે જરૂરી મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે.