વડોદરા : ડભોઇ ખાતે બોડેલી છોટાઉદેપુર તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા હોવાની ચોક્કસ માહિતી ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળતાં ડભોઇ તાલુકાનાં ટીંબી ક્રોસિંગ નજીક વોચ ગોઠવી કારને કોર્ડન કરી તેમાંથી એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે કારમાં બેસેલો એક શખ્સ ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 283 બોટલો કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 4,10,350 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ડભોઈના ટીંબી ક્રોસિંગ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ - Vadodara Rural Local Crime Branch
ડભોઈના ટીંબી ક્રોસિંગ નજીકથી ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂના જથ્થા ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જયારે અક શખ્સને વોન્ટેડ જાહેર કરી 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ડભોઇના ટીંબી ક્રોસિંગ નજીક વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, છોટાઉદેપુર બોડેલી તરફથી એક સફેદ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જનાર છે. જે ચોક્કસ માહિતીને આધારે ડભોઇ તાલુકાના ટિંબી ક્રોસિંગ નજીક પોલીસે વોચ રાખી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતાં તેને કોર્ડન કરવા તૈયારી કરી હતી. પરંતુ પોલીસને દૂરથી જોઈ બે શખ્સોએ ખેતરમાં નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંનો એક શખ્સ નિખિલ ઉર્ફે કાલુ નજરીયાભાઈ રાઠવા પોલીસના હાથે ઝડપાયો હતો. જયારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો. જ્યારે પોલીસે કારમાં તપાસ કરતાં પાછળની ડેકીમાંથી દારૂની 283 નંગ બોટલ રૂપિયા 1,07,350 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર શખ્સ બાબતે પૂછપરછ કરતા વિપુલ જેસિંગ રાઠવા છોટાઉદેપુર હોવાનું જણાવેલ હતું. જ્યારે નાસી ગયેલા શખ્સ કરણ જેની કશી ખબર નહીં હોવાનું જણાવ્યું હતું.
જ્યારે LCB પોલીસે રૂપિયા 1,07,350 નો દારૂ, રૂપિયા 3,00,000ની કાર અને એક મોબાઈલ ફોન રૂપિયા 3000 નો મળી કુલ રૂપિયા 4,10,350 ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર તેમજ નાસી ગયેલ શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.