- માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- ઘરફોડ ચોરીને અંજામ આપનાર એક શખ્સની ધરકપડ
- એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો
વડોદરા : શહેરના વારસિયા પોલીસ મથકની સર્વેલન્સની ટીમે ચોક્કસ માહિતીને આધારે રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર એક શખ્સ ,એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈ એકને ભાગેડુ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે કુલ રૂપિયા 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વારસિયા પોલીસ મથકની સર્વેલન્સની ટીમે ચોક્કસ માહિતીને આધારે સયાજીપુરા પીળા વુડાના મકાન બ્લોક નંબર 30 માં રહેતો પ્રકાશ ધર્મેશભાઈ મારવાડી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની અટકાયત કરી હતી. તેઓની પૂછપરછમાં માંજલપુર પોલીસ મથકના હદ વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમજ અગાઉ સિટી અને બાપોદ પોલીસ મથકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જણાઈ આવ્યું હતું.