વડોદરા શહેરના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈલોરાપાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલમાં કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 600થી વધુ જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન( Ganesh Visarjan 2022 )કરવામાં આવ્યું છે. આજના દિવસેઅનંત ચતુર્દશી (Anant Chaturdarshi 2022)માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજા માટે 12 કાઉન્ટર, 5 મહારાજ, 11 વાહનો ઘરે ઘરે શ્રીજીને લેવા જાય છે અને આ કૃત્રિમ કુંડમાં વિસર્જન બાદ ઘરે પરત નિઃશુલ્ક મુકવા જાય છે.
1600 કિલોથી વધુ ફુલહાર એકત્રફુલહાર કલેકશન માટે કંપોઝ મશીન મુકવામાં આવ્યું છે. જેમાં આજદિન સુધી 1600 કિલોથી વધુ ફુલહાર એકત્રિત કરી ખાતર બનાવવા આવેલ છે. શ્રીજીના વિશર્જનમાટે (Ganesh Visarjan)આવનાર ભક્તોને કોઈ તકલીફ ના પડે અને શ્રીજીનું વિસર્જન સ્વચ્છ પાણીમાં થાય તે માટેની તમામ તૈયારી કરવામાં આવી હતી. ગત બુધવારે રાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલએ ઇન્દ્રપ્રસ્થ મંડળની(Indraprastha Yuva Mandal in Vadodara) મુલાકાત લઇ કૃત્રિમ કુંડ અને મંડળની પ્રવૃત્તિ જોઈ અભિનંદન પાઠવ્યા હતા.