ગુજરાત

gujarat

ETV Bharat / state

ડભોઇ ખાતે ચાલતી સેવાભાવી સંસ્થાની મુલાકાતે ધારાસભ્ય, લોકોને આર્થિક સહાય કરવા કરી અપીલ

ડભોઇ ખાતે સર્વે ધર્મ સર્વે સેવાભાવી સંસ્થાઓનું એકીકરણ કરી ચાલતી ભોજનની સેવાકીય પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા ડભોઇના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ મુલાકાત લઈ રોજ બનતી 2200થી વધુ લોકોની રસોઈ માટે આર્થિક સહાય સાથે લોકો પણ સહાય આપે તે માટે અપીલ કરી હતી.

ધારાસભ્યની લોકોને આર્થિક સહાય કરવા અપીલ
ધારાસભ્યની લોકોને આર્થિક સહાય કરવા અપીલ

By

Published : Apr 1, 2020, 12:56 PM IST

વડોદરા : જિલ્લાના ડભોઇા ખાતે સર્વે ધર્મ સર્વે સેવાભાવી સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃતિમાં લોકોને ભોજન રૂપે મદદ કરી અને લોકોને રસોઇ માટે આર્થિક સહાય આપવા આપીલ કરી છે. આ તકે દાતાનો સંપર્ક કરી 14મી સુધી અનાજ સહિતની તમામ સામગ્રી અડવાણી હોલ ખાતે પહોંચે તે માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

ડભોઇનાં ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ સર્કિટ હાઉસ ખાતે સર્વે સેવાભાવી સંસ્થાઓની મિટિંગ બોલાવી આવી હતી અને અડવાણી હોલ ખાતે ચાલતી સેવાકીય પ્રવૃતિને આર્થિક સહાયની જરૂર હોવાથી અનાજ સહિત શાકભાજીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

ધારાસભ્યની લોકોને આર્થિક સહાય કરવા અપીલ

આ પ્રસંગે નગર આગેવાન વકીલ અસ્વીનભાઇ પટેલ, ભાવેશભાઈ પટેલ, પી.આઈ જે.એમ.વાઘેલા, નાયબ કલેકટર હિમાંશુ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આર્થિક સહાયના ભાગ રૂપે શશિકાન્તભાઈ પટેલ દ્વારા દાળ, જાનકી રાઈસ મિલ દ્વારા ચોખા, ધનરાજભાઈ દ્વારા શાકભાજી, વાસુભાઈ સિંધી દ્વારા મસાલાની સેવા આપવામાં આવી હતી, તો ગેસની સેવા ડભોઇના લાલભાઈ પટેલ અને નિરાવભાઈ દ્વારા કરી આપવામાં આવી હતી.

આ પ્રસંગે મહામંત્રી બીરેનભાઈ શાહ, અમિતભાઇ સોલંકી, મહેશભાઈ શાહ, ડો.બી.જે.બ્રહભટ્ટ, સમીરભાઈ પટેલ, દીપકભાઈ ભોજવાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details