શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવક દ્વારા ધર્મ પરિવર્તન કરાવવા બ્રેઇન વોશ કરી શહેરના એક વિસ્તારની 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, યુવતીનું બ્રેનવૉશ કરી દુષ્કર્મ આચરતો આરોપી ઝડપાયો - student
વડોદરા: શહેરમાં ફરી એક વખત લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેર પોલિસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવક દ્વારા યુવતી સાથે દુષ્કર્મનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરનારા આરોપી તોસિફની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ યુવક પહેલા પણ વર્ષ 2017માં છેડતીના ગુનામાં શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. જોકે આ કિસ્સામાં આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી યુવતીનું બ્રેન વોશ કરી યુવતીને મસ્જિદમાં કલમાં પઢાવતો હોવાનું સામે આવ્યું છે. જો કે આ સમગ્ર મામલે યુવતીના પરિવારજોનોએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલિસને સફળતા મળતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.