ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: વડોદરા શહેરમાં વધુ એક દૂધ કેન્દ્ર પરથી દૂધના કેરેટની ચોરી, આરોપીની ધરપકડ - milk center in Vadodara city accused arrested

બરોડા ડેરીના દૂધના વધુ એક કેન્દ્ર પર ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આ દૂધની ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. દૂધની ચોરી કરનાર આરોપી રાજેશ રાઠોડની ગોત્રી પોલીસે અટકાયત કરી છે. ગોત્રી પોલોસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરી હતી.

another-carat-of-milk-stolen-from-another-milk-center-in-vadodara-city-accused-arrested
another-carat-of-milk-stolen-from-another-milk-center-in-vadodara-city-accused-arrested

By

Published : Jul 7, 2023, 5:25 PM IST

અમૂલ ‘ગોલ્ડ’ના 6 કેરેટની ચોરી

વડોદરા:શહેરમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. લોકોના ઘરોમાં તસ્કરો સોના, ચાંદી અને રોક્કડની ચોરી કરી ફરાર થવાના કિસ્સો સામે આવતા હોય છે પરંતુ શહેરમાં હવે દૂધની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ ત્રણ કેન્દ્રો પરથી દૂધની ચોરી થઈ હતી. જેમાં ગોત્રી પોલીસે એકની અટકાયત કરી હતી. ફરી શહેરમાં દૂધ કેન્દ્ર પરથી ચોરી કરનાર ઇસમને સીસીટીવી ફૂટરજના આધારે ગોત્રી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવી ફૂટરજના આધારે તપાસ: આ અંગે દુકાન માલિક ગોપાલ આગ્રવાલે જણાવ્યું હતું કે, અકોટા વિસ્તારમાં દિનેશ મિલ રોડ પર દુકાન આવેલી છે. 15 જૂનના રોજ સવારે સાડા પાંચ વાગે દૂધનો ટેમ્પો દૂધ ઉતારીને ગયો હતો. બદામાં મેં સાત વાગે દુકાન ખોલતા જોયું હતું તો 6 કેરેટ દૂધ ગાયબ હતું. આ બાદમાં સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા એક ઈસમ નજરે પડ્યો હતો. બાદમાં આ અંગે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આ આરોપીને સીસીટીવી ફુટેજના આધારે પોલીસે ઝડપી પાડ્યો છે.

આરોપીને ઝડપી પાડ્યો:આ અંગે ગોત્રી પોલીસ મથકના પી. આઈ. એમ. કે. ગુર્જરે જણાવ્યું હતું કે, આ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે સીસીટીવી ફુટેજની ચકાસણી કરી હતી. જેમાં શહેરના ચાર રસ્તા પર લાગેલા સીસીટીવીની પણ મદદ લઈ આ આરોપીને ઝળપી પાડ્યો છે. આ આરોપી અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ:વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ યુનાઇટેડ એવન્યુમાં રહેતા ગોપાલભાઈ રમેશચંદ્ર અગ્રવાલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અકોટા રોડ શ્રીનગર સોસાયટી સીલ્વર સ્ક્વેર એપાર્ટમેન્ટમાં ધીરજ જનરલ સ્ટોર નામની દુકાનમાં બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવું છું. અમારા બરોડા ડેરીના કેન્દ્ર પર રોજ સવારે 5.30 વાગ્યે બરોડા ડેરીથી દૂધ ભરેલી કેરેટ્સ દૂધના ટેમ્પાવાળા આવીને મૂકી જાય છે અને હું સવારે 7 વાગ્યે દુકાને આવું છું અને દુકાનની બહાર મૂકેલા દૂધનાં કેરેટ ચેક કરી લઉ છું, પરંતુ ગત 15 જૂનના રોજ રોજની જેમ ટેમ્પાવાળો દૂધનાં કેરેટ મૂકીને ગયો હતો. ત્યાર બાદ હું સવારે 7 વાગ્યે દુકાન પર આવ્યો હતો. મેં દૂધનાં કેરેટ ચેક કરતાં અમૂલ ગોલ્ડનાં 6 કેરેટ ઓછાં હતાં.

સીસીટીવી આધારે આરોપી ઝડપાયો:બરોડા ડેરીનો ટેમ્પો ખાલી કેરેટ પરત લેવા આવ્યો, ત્યારે તેને મેં દૂધનાં ઓછાં કેરેટ બાબતે પૂછ્યું હતું, જેથી તેણે જણાવ્યું હતું કે મેં તો ઓર્ડર પ્રમાણે પૂરે પૂરાં કેરેટ તમારા કેન્દ્ર પર મૂક્યા હતા. જેથી મને ખાતરી થઈ હતી કે, દૂધનાં કેરેટની ચોરી થઈ છે. અમૂલ ગોલ્ડના એક કેરેટનો ભાવ 748 રૂપિયા છે. આમ, 4488 રૂપિયાની અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓની ચોરી થઈ હતી. ચોરીની આ સમગ્ર ઘટના કેન્દ્રના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં એક ચોર દૂધનાં કેરેટ ચોરતો દેખાયો હતો. જેને સીસીટીવીના આધારે રાજેશ રાઠોડ નામના શખ્સને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યો છે.

  1. Ahmedabad Crime News : માથાભારે ઠગથી સાવધાન, 10થી વધુ વેપારીઓ સાથે કરી કરોડોની ઠગાઈ
  2. Ahmedabad Crime News: કેન્દ્ર સરકારની નોકરી અપાવવાના નામે લાખોની ઠગાઈ, સ્કૂલના ક્લાર્ક સહિત અન્ય સામે ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details