- ગોરવા વિસ્તારમાં છેલ્લાં 6 મહિનાથી ગોકળગતિએ ચાલતી ડ્રેનેજની કામગીરીથી લોકો હેરાનપરેશાન
- સામાજીક કાર્યકરે તંત્ર સામે નારાજગી દર્શાવી
- કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા
વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી રસ્તા બનાવવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. એક બાજુ લોકો પાસેથી ગંદકી અને માસ્ક નહિ પહેરવા અંગે દંડ વસુલ કરવામાં આવે છે. તો બીજી બાજુ લોકોની મુશ્કેલીનું ધ્યાન વહીવટીતંત્ર રાખતું નથી.
ગોરવા વિસ્તારમાં છેલ્લાં 6 મહિનાથી ગોકળગતિએ ચાલતી ડ્રેનેજની કામગીરીથી લોકો હેરાનપરેશાન રસ્તા બનાવવાની કામગીરી લોકોને મુશ્કેલી
વડોદરા શહેરમાં રસ્તા બનાવવાની કામગીરીમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવને કારણે નવા રસ્તા થઇ ગયા બાદ પાણી ડ્રેનેજ કે, ગેસ લાઇનના સમારકામના બહાને નવા બનેલા રસ્તા પર ખોદકામ કરી દેવામાં આવે છે. જેને કારણે કોર્પોરેશનમાં દોસ્તો બનાવવા પાછળ કરોડો રૂપિયાના કૌભાંડ સર્જાય છે. એટલું જ નહીં લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે.
રસ્તો બંધ થતા ટ્રાફીકની સમસ્યા
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો મુખ્ય રસ્તો છે. જ્યાં પ્રારંભમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવા માટે સતત ત્રણથી ચાર વખત કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ નવો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો. નવો રસ્તો બનાવ્યા બાદ ફરી એકવાર વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરીને કારણે ખોદકામ કરવામાં આવતા બાપુની દરગાહથી લઇ શાક માર્કેટ સુધીનો મુખ્ય રસ્તો બંધ કરી દેતા અવાર-નવાર ટ્રાફીક જામ થતો રહે છે. આ અંગે વોર્ડ નંબર 8 RSPના કાર્યકર અને ગોરવા વેપારી મંડળના પ્રમુખ દ્વારા ભોજપુરી સંઘના સત્તાવાળાઓને રજૂઆત કરી છે કે, 6 મહિનાથી રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે એક બાજુ શાક માર્કેટમાંથી સફાઈ અને માસ્કના બહાને લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. તો બીજી બાજુ લોકોને પડતી મુશ્કેલી અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આ રસ્તો વહેલી તકે થાય તે જરૂરી છે.