- અટલાદરા સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો
- કોરોનાને કારણે મર્યાદિત સ્તરે ઉજવાયો ઉત્સવ
- સરકારની ગાઈડલાઈનના પાલન સાથે તહેવાર ઉજવાયો
અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે કોરોના ગાઈડલાઈન્સ સાથે અન્નકૂટ અને ગોવર્ધન પૂજા યોજાઈ
વડોદરા: BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક પરંપરા અનુસાર આ ઉત્સવ દર વર્ષે મનાવવામાં આવતો હોય છે. જેનો શાસ્ત્રોક્ત હેતું એ છે કે દર વર્ષે નવી ફસલ તૈયાર થાય તે પહેલા ભગવાનને ધરાવતી હોય છે. આ એક વૈષ્ણવી રીત છે અને ત્યાર પછી જ ઘરે અન્ન લઈ જવાઈ છે.જે એક પ્રણાલિકા છે. વર્ષોથી ચાલતી પ્રણાલિકા પ્રમાણે ગોવર્ધન પૂજા કરવામાં આવી છે.
અન્નકૂટ ઉત્સવ ખૂબ સામાન્ય સ્તરે અને મર્યાદિત સ્તરે મનાવવામાં આવ્યો
અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોનાના નિયમ સાથે અન્નકૂટ મહોત્સવ અને ગોવર્ધન પૂજા કરાઈ અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોનાના નિયમ સાથે અન્નકૂટ મહોત્સવ અને ગોવર્ધન પૂજા કરાઈ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવ સાથે ગોવર્ધન પૂજાનો પણ એક પ્રણાલિકા પ્રમાણે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. હાલ કોરોના મહામારીના કારણે સમાજમાં ઘણી દુખદ ઘટનાઓ બની ગઈ છે. ઘણા બધા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એ લાગણીને ધ્યાનમાં રાખી મહંત સ્વામીની આજ્ઞાથી આ વર્ષે BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવ ખૂબ સામાન્ય સ્તરે અને મર્યાદિત સ્તરે મનાવવામાં આવ્યો છે.
દર વર્ષે અન્નકૂટ મહોત્સવ ભવ્ય રીતે મનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાં મહામારીને પગલે હરિ ભક્તો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવામાં આવ્યું છે. સ્વયંસેવકો દ્વારા પણ આ સેવા કરવામાં આવી રહી છે અને આવનાર દરેક હરિભક્તો માટે સેનેટાઈઝ સહિતની તમામ વ્યવસ્થા કરી મંદિરમાં પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે.
અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોનાના નિયમ સાથે અન્નકૂટ મહોત્સવ અને ગોવર્ધન પૂજા કરાઈ