ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના બરાનપૂરા અખાડાના અંજુએ કહ્યું, હક્કથી અને વટથી મતદાન કરો - Gujarat Assembly Election 2022

વડોદરા શહેરના બરાનપૂરા વિસ્તારમાં અંદાજે દોઢસો વર્ષથી અંજુ નામના કિન્નરનો (Anju Masiba Vadodara) અખાડો ચેતનવંતો છે. અગાઉ આ અખાડો લહેરીપુરા વિસ્તારમાં હીજડા ગલીમાં હતો. આ સમુદાયનું ધર્મ સંસ્કૃતિમાં એક આગવું અને આદરભર્યું સ્થાન છે. એમની પોતાની આગવી સ્થાપિત પરંપરાઓ છે અને પ્રત્યેક અખાડાની હકૂમત હેઠળ વિવિધ વિસ્તારો આવે છે. મતાધિકાર મળ્યો છે, તો વટથી અને હક્કથી મતદાન (Gujarat Assembly Election 2022) કરો.

વડોદરાના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાએ કહ્યું, હક્કથી અને વટથી મતદાન કરો
વડોદરાના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાએ કહ્યું, હક્કથી અને વટથી મતદાન કરો

By

Published : Nov 14, 2022, 2:26 PM IST

વડોદરા:આ અખાડા સામાજિક સેવા અને પ્રવૃત્તિઓમાં એક કર્તવ્ય તરીકે યોગદાન આપે છે જેમ કે અંજુ નામના કિન્નરની (Anju Masiba Vadodara) આગેવાની હેઠળના આ અખાડાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદોને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ ઉપલબ્ધ કરાવવા જેવી સેવા કરી હતી. અંજુ માસી અને તેમના સમુદાયના મતાધિકાર ધરાવતા સાથીઓ એક નાગરિક તરીકે મતદાન કરવાના આગ્રહી છે. વિધાનસભા ચુંટણી ૨૦૨૨ (Gujarat Assembly Election 2022) અંગે આજે જ્યારે અંજુ માસીની મુલાકાત લીધી ત્યારે તેમણે ખૂબ સૂચક અને ચોટદાર સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે," મતાધિકાર મળ્યો છે તો વટ થી અને હક્ક થી મતદાન કરો. સો કામ છોડીને પણ પહેલા મતદાન કરો."
"અમારા અખાડામાં જે લોકો મતદાર તરીકે નોંધાયેલા છે, એ તમામ મતદાન કરે એવો મારો આગ્રહ હોય છે. અમારા કેટલાક મતદારો વયોવૃદ્ધ છે, કેટલાક ચાલવામાં મુશ્કેલી અનુભવે છે અને એકાદનું શરીર ખૂબ ભારે છે. આ લોકો મતદાન કરી શકે તે માટે અમે રિક્ષા કે, વાહનની વ્યવસ્થા કરીને પણ એમને મતદાન મથકે પહોંચાડવાનો બનતો પ્રયત્ન કરીએ છિએ. મારો, તમારો અને સૌનો મત કિંમતી છે એટલે મતદાન અવશ્ય કરો. એમનું કહેવું છે કે, "મતદાન દિવસે હું વહેલી સવારે આખા વિસ્તારમાં ફરી વળું છું અને સો કામ પડતાં મૂકી પહેલાં મતદાન કરો એવું સૌને આગ્રહપૂર્વક કહું છું." --- અંજુ (ડોદરાના બરાનપૂરા અખાડા)

મતદાનની વ્યવસ્થા: અંજુ કહે છે કે, "મારા વિસ્તારમાં કોઈ અશક્ત હોય, બીમાર હોય તો તેના પરિવારને કહું છું કે, રિક્ષા ભાડું હું આપું પણ એમને મતદાર કરવા લઈ જાવ. ઘણીવાર હું મતદાન મથકના અધિકારીને પણ આવા મતદારોને, અમારા સમુદાયના મતદારોને લાઈનમાં ઊભા રાખ્યા વગર મતદાન કરવા દેવા વિનંતી કરું છું. તેઓ સવાલ કરે છે કે, આપણો મત કિંમતી છે ત્યારે એને શા માટે રફેદફે કરવો જોઈએ." જ્યારે તેમણે જાણ્યું કે, "હવે ભારતના ચુંટણી પંચે વૃદ્ધ, દિવ્યાંગ અને અશક્ત મતદારો માટે સરળ મતદાનની વ્યવસ્થા કરી છે." ત્યારે તેમણે હર્ષ વ્યક્ત કરવાની સાથે આ પહેલને આવકારી હતી.

ABOUT THE AUTHOR

...view details