ગુજરાત

gujarat

ETV Bharat / state

વાસણા-ભાયલી રોડ પર આવેલી 5 જમીનો લઘુમતી કોમને વેચવામાં આવતા હિન્દુઓમાં રોષ - Collector Office

વાસણા-ભાયલી રોડ પર રહેતા રહીશોએ તાંદળજા વિસ્તારમાં 5 જમીન અશાંતધારાના કાયદામાં આવતા વિરોધ ઉઠાવ્યો હતો. રહીશો દ્બારા ડેપ્યુટી કમિશનર કરણરાજ વાઘેલા પાસે જઈ ફરિયાદ નોંધાવી હતી.

પાંચ જમીન લઘુમતી કોમને વેચાતા હિન્દુઓ વચ્ચે રોષની લાગણી
પાંચ જમીન લઘુમતી કોમને વેચાતા હિન્દુઓ વચ્ચે રોષની લાગણી

By

Published : Feb 7, 2021, 7:26 PM IST

  • લઘુમતી લોકો માટે સ્કીમ હેઠળ મકાનો અને મસ્જિદનું નિર્માણ શરૂ
  • ડેપ્યુટી કમિશનરને આ વિષય રહીશો દ્બારા ફરિયાદ નોંધાવી
  • આગળની તપાસ કલેકટરશ્રીને સોંપવામાં આવશે

વડોદરા : વાસણા-ભાયલી રોડ પર આવેલી 5 જમીનો જેમાં સર્વે નંબર 266, 269-1, 264-2, 270નો સમાવેશ થાય છે. ત્યાં રહેતા રહીશોના આક્ષેપ પ્રમાણે હિંન્દુ વ્યક્તિ દ્વારા અંબાલાલ વણકરને લઘુમતીકોમની વ્યક્તિને આ જમીન અશાંતધારાના નિયમ પાલન કર્યા વગર વેચાણ કરવાની શંકા છે. આ અંગેની રજૂઆત ગુરુવારે કલેકટર ઓફિસ આવીને ત્યાં રહેતા રહીશો કરશે.

લઘુમતી કોમ દ્વારા લાઉડ સ્પીકર પર વગાડવામાં આવે છે

લઘુમતી કોમના દ્વારા લાઉડ સ્પીકર મોટેથી વગાડવાની અને હિન્દુ જાતિના ઘરવાળાઓને ધમકી આપવાનો આરોપ પણ રહીશોએ કર્યો હતો. સર્વે નંબર 260, 266, 267માં પણ લઘુમતી લોકો માટે જ સ્કીમમાં મકાનો અને મસ્જિદના બાંધકામ શરૂ કરવામાં આવ્યા હતા. જેને લઇ ત્યાં રહેતા રહીશોએ વાંધો ઉઠાવ્યો છે. આ અંગેની તપાસ ડેપ્યુટી કમિશનર દ્બારા સુપરત કરવામાં આવ્યા હશે. તે નિરીક્ષણ કરી આગળની તપાસ કલેક્ટરને સોંપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details