વડોદરાશહેરમાં પ્રબોધ સ્વામી જૂથના શિવજીના અપમાનનો વિરોધ (Anand Sagar Swami protest) કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા શહેરના વિસ્તારોમાં વિરોધના બેનર લાગ્યા છે. પ્રબોધ અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં બેનરો લાગ્યા છે. થોડા સમય પહેલા પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલું બેફાણ વાણીવિલાસ ભારે પડ્યું છે. ભગવાન શિવજી વિશે કરેલી ટિપ્પણીથી શિવ ભક્તોમાં આક્રોશ ફેલાયો છે. જેને લઇને સ્વામી વિરોધના બેનરોમાં લખ્યું છે કે, અપમાન કરનારને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ. (Prabodha Swamy against Banner in Vadodara)
વડોદરામાં પ્રબોધ અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં બેનરો લાગ્યા ક્યાં વિસ્તારમાં બેનર લાગ્યા વડોદરા શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તારમાં સ્વામીના બેનર લાગ્યા છે. પ્રબોધ સ્વામી જૂથ દ્વારા શિવજીના અપમાનના મામલે વડોદરા શહેરમાં વિરોધના બેનરો લાગ્યા છે. તેમજ પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં એરપોર્ટ રોડ, સંગમ વિસ્તારમાં બેનર લાગ્યા છે. સનાતન સંત સમિતિ, ગુજરાતના નામે બેનરો લાગ્યા છે. તેમજ વડોદરામાં શિવજીનું અપમાન કરનારાના પ્રવેશ સામે વિરોધ દર્શાવતા બેનર લાગતા લોકોમાં રોષ ફેલાયો છે. બેનરમાં લખ્યું છે કે, શિવજીના અપમાન કરનારને કોઈ માફી નહીં. (Anandsagar Swami insulted Lord Shiva)
આવનાર દિવસમાં વડોદરાથી આણંદ સુધીની રેલી છે. તે બાબત કમિશનરને માંગણી કરવા આવ્યા છીએ કે આ રેલી રદ કરવામાં આવે અને આ અંગે જો રેલી થશે અને આનંદસાગર હશે તો રોડ પર નિશ્ચિત પણે વિરોધ જોવા મળશે સ્વામીએ ભગવાન શિવ વિશે શું કહ્યું હતુંઆનંદસાગર સ્વામી વીડિયોમાં કહ્યું હતું કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ. એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આપણને સૌને થઈ છે. આ વિડીયોને લઈને ભક્તોમાં રોષ ઉઠ્યો છે. (Swami protest banners in Vadodara)
આનંદસાગર મહારાજને ખાસ વડોદરા શહેર જિલ્લામાં આવવાની સખત ફરમાન કરવામાં આવ્યું છે. રેલી રદ કરવાની માંગણી આ અંગે પ્રતિક્રિયા આપતા ડો.જ્યોતિનાથે જણાવ્યું હતું કે વારંવાર સનાતન ધર્મ અને શિવજીનું અપમાન ટેવાયેલાં પ્રબોદ સ્વામી ગ્રુપના સ્વામીઓ દ્વારા જે રીતે શિવજીનું અપમાન કરવામાં આવે છે. આ રીતે ભાષા બોલનાર આનંદસાગર મહારાજને ખાસ વડોદરા શહેર જિલ્લામાં આવવાની સખત ફરમાન કરવામાં આવ્યું છે. આવનાર દિવસમાં વડોદરાથી આણંદ સુધીની રેલી છે. તે બાબત કમિશનરને માંગણી કરવા આવ્યા છીએ કે આ રેલી રદ કરવામાં આવે અને આ અંગે જો રેલી થશે અને આનંદસાગર હશે તો રોડ પર નિશ્ચિત પણે વિરોધ જોવા મળશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતને લઈ વિરોધ સમગ્ર વડોદરામાં પોસ્ટર થકી વિરોધ નોંધવામાં આવ્યો છે.