વડોદરા : શહેરની સયાજી હોસ્પિટલમાં શહેર અને આસપાસના જિલ્લાના ઉપરાંત પડોશી રાજય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ અહીં સારવાર માટે આવે છે. સયાજી હોસ્પિટલમાં રોજના 200 ઓકિસજનના સીલીન્ડરનો વપરાશ છે. એક ઓકિસજનના સીલીન્ડરમાં 7 કયુબીક જેટલો ઓકસીજનનો પુરવઠો હોય છે. જયારે સીઝનલ ફલૂ સહિતના વાયરસથી થતા રોગ જેમાં શ્વસનતંત્રને અસર થાય છે. તેવા રોગની સીઝનમાં રોજના ઓકિસજનના 300 સીલીન્ડર વપરાય છે. ઓકિસજનના સીલીન્ડરનો પુરવઠો ખલાસ થઇ ગયો હોય અને દર્દીઓના જીવન સામે પ્રશ્નાર્થ સર્જાયા હોય તેવા બનાવો પ્રકાશમાં આવ્યા છે.
સયાજી હોસ્પિટલમાં 20 હજાર લીટર ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્કને સ્થાપિત કરાઇ - Hospital
મધ્યગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી લીકવીડ ઓક્સિજન ટેન્કને સ્થાપિત કરી દેવામાં આવી છે.
ઓકિસજનના સીલીન્ડર બદલવાનું કર્મચારી ભૂલી ગયો હોય તેવી માનવ ભૂલના લીધે પણ સમસ્યા સર્જાઇ હોય તેવા બનાવ સપાટી ઉપર આવ્યા છે. આ બનાવોમાંથી મુકિત મળે તે માટે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ( GMSCL )દ્વારા સયાજી હોસ્પિટલ સંકુલમાં 20-20 હજાર લિટરની બે લીકવીડ ઓકિસજન ટેન્કને મંજુરી આપવામાં આવી હતી. આ પૈકીની પ્રથમ લીકવીડ ઓકિસજન ટેન્કને હોસ્પિટલમાં મેડિકલ નર્સિંગ હોમ સામેજ ઉભી કરી દેવામાં આવી છે. આ લીકવીડ ટેન્કમાંથી ઓકિસજનનો પુરવઠો મેડિકલ નર્સિંગ હોમ, યુરોલોજી અને સર્જિકલ બિલ્ડીંગમાં આપવામાં આવશે, ત્યારબાદ પિડીયાટ્રિક ડિપાર્ટમેન્ટની પાછળ આવેલી જગ્યામાં 20 હજાર લિટરની બીજી લીકવીડ ઓકિસજનની ટેન્ક હવે પછી ઉભી કરવામાં આવશે.