ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીએ દત્તક લીધેલા ગામમાં પ્રસરી શોકની લાગણી, ગ્રામજનોએ પાઠવી શ્રદ્ઘાંજલિ - અરુણ જેટલી

વડોદરાઃ પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીએ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલા પવિત્ર તીર્થસ્થાન કરનાળી અને ચાંદોદ ગામ દત્તક લેવા ઉપર પસંદગી ઉતારી હતી.

jaitley

By

Published : Aug 25, 2019, 1:30 PM IST

વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવ્યા બાદ સાંસદ આદર્શ ગ્રામ યોજના લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત તત્કાલીન કેંન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા પ્રથમ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુબેર ધામ કરનાળી અને ત્યારબાદ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદને આ યોજના અંતર્ગત દત્તક લેવામાં આવ્યું હતું. જે બાદ તેઓના હસ્તે અનેક વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને કાર્યોને વેગ મળ્યો હતો.

પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીએ દત્તક લીધેલા ગામોમાં પ્રસરી શોકની લાગણી, ગ્રામજનોએ શ્રદ્ઘાંજલિ પાઠવી

અનેક વિધ યોજનાઓ થકી આ બંને તીર્થધામોમાં મહત્વપૂર્ણ કામો દ્વારા સાચા અર્થમાં સાંસદ આદર્શ ગામ હેઠળ લેવાયેલા ગામોને સાચી સાર્થકતા મળી હતી. ત્યારે આજરોજ લાંબી માંદગી બાદ તેઓનું નિધન થતા આ બંને તીર્થધામોના નગરજનોએ તેઓના સંસ્મરણો વાગોળ્યા હતા અને શોકાતુર બની તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બીજી બાજુ તેઓએ કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં બનાવેલ સ્પોર્ટસ સ્ટેડિયમના ઉદ્ધાટન માટે આજે પણ ઇન્તેજાર કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details