ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાનના જન્મદિવિસ નિમિતે બ્લેક બોર્ડના ચોક પર કલાકારે મોદીની શિલ્પકૃતિ તૈયાર કરી - Gujarat News

વડોદરા શહેરના એક કલાકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે બ્લેક બોર્ડ પર લખવાના ચોક પર વડાપ્રધાન મોદીની શિલ્પકૃતિ તૈયાર કરી હતી.

વડોદરામાં એક કલાકારે PMના જન્મદિ નિમિત્તે બ્લેક બોર્ડના ચોક પર વડાપ્રધાન મોદીની શિલ્પકૃતિ તૈયાર કરી
વડોદરામાં એક કલાકારે PMના જન્મદિ નિમિત્તે બ્લેક બોર્ડના ચોક પર વડાપ્રધાન મોદીની શિલ્પકૃતિ તૈયાર કરી

By

Published : Sep 18, 2020, 9:12 AM IST

વડોદરાઃ શહેરના કલાકાર કિશન શાહ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્ બ્લેક બોર્ડ પર લખવાના ચોક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિલ્પકૃતિ તૈયાર કરવામાં આવી છે. કલાકારએ જણાવ્યું કે, દક્ષિણ ભારતમાં આ કળાનો વિશેષ ઉપયોગ થાય છે. ચોક પર સૌ પ્રથમવાર માનવીય ચહેરો તૈયાર કરી અને ભારતના વડાપ્રધાન મોદીની પ્રતિમાં તૈયાર કરવામાં આવી હતી.

વડોદરામાં એક કલાકારે PMના જન્મદિ નિમિત્તે બ્લેક બોર્ડના ચોક પર વડાપ્રધાન મોદીની શિલ્પકૃતિ તૈયાર કરી

કલાકાર દ્વારા વિવિધ પ્રકારની શિલ્પકૃતિ બનાવવામાં આવી છે. વિવિધ ભાષામાં લખાતાં ૐ, સંગીત વાદ્યો, શેષનાગ સાથે શિવલિંગ વિવિધ નામો અને કલાકાર પેન્સિલની કણ ઉપર પણ શિલ્પકૃતિ બનાવે છે. જો કે, ક્યારેક ચોક અને પેન્સિલ પર આખી પ્રતિમાં તૈયાર થવાના અંતિમ ક્ષણે ચોક તૂટી જતા અને મહેનત પર પાણી ફરી વળતું હતું. પરંતુ કલાકાર પોતાની કળાને આગળ ધપાવવા પ્રયત્નશીલ રહ્યા હતા. કલાકારને ચોક પર આર્ટ વર્ક બનાવતાં 2 થી 2:30 કલાકનો સમય લાગે છે

ABOUT THE AUTHOR

...view details