વડોદરા: શહેરમાં મંગળવારની રાત્રે આજવા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા બાપોદ પોલીસ મથકની PCR વાન સ્થળ પર દોડી ગઇ હતી. આ દરમિયાન ડમ્પર ચાલુ ન થતાં PCR વાન ડમ્પરની પાછળ ઉભી રાખી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. તે વખતે પૂરપાટ ઝડપે આવેલા ટેન્કર ચાલકે PCR વાનને ટક્કર મારતા વાનમાં સવાર કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ટેન્કર ચાલકની બાપોદ પોલીસે ગાડી નંબરના આધારે શોધખોળ હાથ ધરી હતી.
વડોદરામાં આજવા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો - latest news upddates of vadodara
વડોદરામાં મંગળવારની રાત્રે આજવા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા બાપોદ પોલીસ મથકની PCR વાન સ્થળ પર દોડી ગઇ હતી. આ દરમિયાન ડમ્પર ચાલુ ન થતાં PCR વાન ડમ્પરની પાછળ ઉભી રાખી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. તે વખતે પૂરપાટ ઝડપે આવેલા ટેન્કર ચાલકે PCR વાનને ટક્કર મારતા વાનમાં સવાર કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ટેન્કર ચાલકની બાપોદ પોલીસે ગાડી નંબરના આધારે શોધખોળ હાથ ધરી હતી.
બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળવારની મોડી રાત્રે PCR ગાડીમાં ડ્રાઇવર LRD સંજયભાઈ જેસીંગભાઇ સાથે ફરજ પર હતા. તે દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે, આજવા ચોકડી અમદાવાદ તરફ જતા એક કારનો ડમ્પર સાથે અકસ્માત થયો છે. જેના કારણે તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. કારને ટોઇંગ કરાવડાવી સાઇડ ઉપર મૂકી હતી. જ્યારે ડમ્પર ચાલુ થતુ ન હોવાથી બંધ હાલતમાં પડયું હતું. જેથી પોલીસ કર્મીઓને ટ્રાફિક ખુલ્લો કરવાની ફરજ પડી હતી.
આ દરમિયાન તેઓએ પોતાની PCR વાન ડમ્પરની પાછળ પાર્કિંગ લાઈટ ચાલુ કરી ઊભી રાખી હતી. પોલીસ કંટ્રોલરૂમમાં લોકેશન આપવા તેરસીંગભાઈ PCR વાનમાં બેઠા હતા. જ્યારે તેમના સાથેનો ડ્રાઇવર અને અન્ય કોન્સ્ટેબલ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. અચાનક પૂરપાટ ઝડપે આવેલા ટેન્કરે PCR વાનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં તેરસિંગ ભાઈને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમજ PCR વાનને પણ નુકસાન થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા તેરસીંગભાઈને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયતમાં સુધાર આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાપોદ પોલીસે આ અંગે ટેન્કર નંબરના આધારે ચાલકની શોધખોળ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.