જૂનાગઢ:22 તારીખ અને સોમવારના દિવસે અયોધ્યામાં નુતન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થવા જઈ રહ્યો છે. આજના દિવસે સમગ્ર રાષ્ટ્રમાં જાણે કે ધાર્મિક રાષ્ટ્રીય ઉત્સવ જેવો માહોલ જોવા મળી શકે છે. તેને ધ્યાને રાખીને અન્ય ધાર્મિક ઉત્સવના દિવસે કામકાજ બંધ રાખીને એપીએમસીના ખેડૂતો વેપારી અને કમિશન એજન્ટોને રજા આપવામાં આવતી હોય છે.
Ram Mandir Pran Pratistha: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસે જૂનાગઢ એપીએમસીમાં તમામ હરાજી રાખવામાં આવી બંધ - APMC closed on Ram Mandir
આગામી 22 તારીખ અને સોમવારના દિવસે અયોધ્યામાં નુતન રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ સોમવાર અને 22 જાન્યુઆરીના દિવસે તમામ પ્રકારની કૃષિ જણસોની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Published : Jan 18, 2024, 7:01 PM IST
તમામ હરાજી રાખવામાં આવી બંધ:બિલકુલ તેવી જ રીતે જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધિકારીઓ દ્વારા આગામી 22 તારીખ અને સોમવારના દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમામ વેપારી કમિશન એજન્ટ અને ખેડૂતો માટે જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંગળવારના દિવસથી ફરી માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે તેવો આદેશ એપીએમસી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
22 તારીખે જે રીતે વેપારી કમિશન અને ખેડૂતો માટે પ્રતિદિન યોજવામાં આવતી જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ 22 તારીખના દિવસે કૃષિ જણસોની આવક એપીએમસીમાં રાબેતા મુજબ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા પણ સોમવારના દિવસે બપોરના અઢી વાગ્યા સુધી તમામ કચેરીઓમાં રજા જાહેર કરી છે. બિલકુલ તેવી જ રીતે ખેડૂતો કમિશન એજન્ટ અને વેપારીઓ પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને તેમના સ્થળેથી માણી શકે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેવી વિગતો એપીએમસીના સચિવ દિવ્યેશ ગજેરાએ ઈટીવી ભારત સાથેની ટેલીફોનિક માહિતી અંતર્ગત પૂરી પાડી છે.