ગુજરાત

gujarat

ETV Bharat / state

"દારુની રેલમછેલ પોલીસની મહેર" સાવલીમાં તંત્ર વિરુદ્ધ દિવાલો પર સૂત્રોચ્ચાર - Liquor sale in Savli

વડોદરાના સાવલી તાલુકામાં દારુને લઈને વિરોધ (alcohol protest in Savli) જોવા મળ્યો છે. સાવલી તાલુકામાં તંત્રની વિરુદ્ધ દારૂથી ઇશ્ક જીવન છે રિસ્ક જેવા અનેક સૂત્રોચ્ચાર દિવાલો પર જોવા મળ્યા છે. (Alcohol sloganeering in Savli taluka)

"દારુની રેલમછેલ પોલીસની મહેર" સાવલીમાં તંત્ર વિરુદ્ધ દિવાલો પર સૂત્રોચ્ચાર
"દારુની રેલમછેલ પોલીસની મહેર" સાવલીમાં તંત્ર વિરુદ્ધ દિવાલો પર સૂત્રોચ્ચાર

By

Published : Dec 8, 2022, 10:09 AM IST

વડોદરા : રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અનેક વિસ્તારોમાં દારૂની રેલમછેલ (Liquor case in Vadodara) નજરે પડતી હોય છે. જેમાં ખાસ કરીને યુવાવર્ગ આ માર્ગે જતો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેનો પરિવાર બરબાદ થતો હોય છે. સાવલી તાલુકામાં તંત્રની વિરુદ્ધ દારૂથી ઇશ્ક જીવન છે રિસ્ક જેવા અનેક સૂત્રોચ્ચાર જાહેર માર્ગની દિવાલો ઉપર લખ્યા છે. કોઈપણ ગેરરીતિ પ્રવૃત્તિ માત્ર એક વ્યક્તિના સાહસથી થતી નથી. ક્યાંકને ક્યાંક કોઈ લાઈન દોરીના ઈશારે જ આ પ્રવૃતિઓ થતી હોય છે અને તેથી જ આ ગેરરીતિ પ્રવૃત્તિઓ કરનારાઓ અને તેમાં સામેલ થઈ સાથ આપનારાઓ પ્રત્યે ગુસ્સો વધી જતો હોય છે. (alcohol protest in Savli)

વડોદરાના સાવલી તાલુકામાં પોલીસ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર જાહેર દીવાલો પર લખાણો લખાયા

સાવલી પોલીસની હપ્તાખોરી અટકાવો જેવાં સૂત્રોચ્ચારનવયુવાન પેઢી દિવસેને દિવસે નશાના (Liquor sale in Savli) ધંધામાં થઈ જાય છે અને પોતાના પરિવારને પાયમાલ કરી નાખે છે. હાલ રાજયમાં દારૂબંધી છે. છતાં સાવલી તાલુકામાં પૂર જોશમાં દારૂનું વેચાણ થાય છે. જેથી તે કોના ઈશારે થાય છે ? શું આ પોલીસ તંત્રને ધ્યાને નહીં હોય ? જેથી જાગૃત નાગરિકો દ્વારા જાહેર દીવાલો ઉપર આવા સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. જેથી તંત્રની આંખ ખુલે અને આવો વેપલો કરતા તત્વોનો વેપલો બંધ થાય તેવી કડક કાર્યવાહી થવી જોઈએ તેવી નાગરિકોએ પ્રચંડ માંગ કરી છે. હાલ તો જેથી સાવલી તાલુકા પંચાયત, સાવલી જન્મોત્રી હોસ્પિટલ, સાવલી પશુ દવાખાના તેમજ જુના બસ ડેપો ઉપર પોલીસ તંત્ર વિરુદ્ધ સૂત્રો લખાયા હતા જેથી ખળભળાટ મચી જવા પામ્યો છે. (Alcohol sloganeering in Savli taluka)

કડક પગલાં ભરાય તેવી માગણી સાથે વિવિધ સૂત્રોચ્ચારહાલ તોસાવલી તાલુકા પંચાયત, સાવલી જન્મોત્રી હોસ્પિટલ, સાવલી પશુ દવાખાના તેમજ જુના બસ ડેપો ઉપર પોલીસ તંત્ર વિરુદ્ધ સૂત્રો લખાયા હતાં. જેથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતે વિરોધ પ્રદર્શિત કરવા બુટલેગરોની દાદાગીરી પોલીસની ભાગીદારી, હપ્તાખોરી અટકાવો યુવાધનને બચાવો, સાવલી પોલીસ તંત્રમાં બૂટલેગરનું રાજ વગરે જેવા પ્રચંડ સુત્રો નાગરિકોએ કર્યા હતા. (Alcoholic slogans against Savli police)

ABOUT THE AUTHOR

...view details